ખાસ લેખ : ૦૮ તા. ૨૫-૩-૨૦૨૦
ટ્વીટરના @CollectorAmr, @InfoAmreliGoG, @DDOAmreli
અને @SP_Amreli એકાઉન્ટ્સ ફોલો કરવા સૂચના
ડિજીટલ યુગમાં ટ્વીટર થકી ત્વરિત જાણકારી ઉપલબ્ધ
નાગરિકોને કોરોનાને લગતી વિગતો આંગળીનાં ટેરવે ઉપલબ્ધ કરાવવા લેવાયો આવકારદાયક નિર્ણય
વહીવટતંત્ર દ્વારા નવીનતમ પ્રયાસ : કોરોનાને લગતી અફવાથી બચવા આ એકાઉન્ટ્સ ફોલો કરો
આલેખન: રાધિકા વ્યાસ
અમરેલી, તા: ૨૫ માર્ચ ૨૦૨૦
આજે ડિજિટલ યુગમાં વિશ્વભરની માહિતી જ્યારે આંગળીના ટેરવે ઉપલબ્ધ બની છે ત્યારે કોરોનાને લગતી તમામ માહિતી લોકોને સરળતાથી અને ત્વરિત રીતે મળી રહે તે માટે અમરેલી વહીવટી તંત્ર દ્વારા એક અભિનવ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. વહીવટીતંત્ર દ્વારા જિલ્લાના નાગરિકોને કોરોના વાઇરસના ફેલાવા વિશે તમામ વિગતો મોબાઈલ પર જ મળી રહે તે હેતુસર લોકોને ટ્વિટરના વિવિધ અકાઉન્ટ્સ ફોલો કરવા જણાવવામાં આવ્યું છે. જે અંતર્ગત જિલ્લાના નાગરિકોને ટ્વિટર પર @CollectorAmr, @InfoAmreliGoG, @DDOAmreli અને @SP_Amreli એકાઉન્ટ્સ ફોલો કરવા સૂચના આપવામાં આવી છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા કોરોના વાઇરસને મહામારી જાહેર કરી છે અને વિશ્વના અનેક દેશો આ વાઇરસના સંક્રમણથી પીડાઈ રહ્યા છે. ભારતમાં પણ આ વાઇરસે પોતાનો પગપેસારો કર્યો છે ત્યારે કોરોના વાઇરસને લગતી તમામ માહિતી ટ્વીટર મારફતે ઘેરબેઠાં મેળવવા અને અનેક પ્રકારની ખોટી વિગતો તેમજ અફવાથી બચવા આ પ્રકારનો નિર્ણય આવકારદાયક છે.
માહિતી : સુમિત ગોહિલ (અમરેલી)
રિપોર્ટ : રસિક વેગડા (મોટીકુકાવાવ)