*
સ્લગ
ગૌસેવાના નામે કરોડો રૂપિયાની સરકાર પાસેથી સહાય અને ગૌમાતાઓને મોતના મુખમાં ધકેલી પલાયન*
વિઓ
વિસાવદર તાલુકાના સરસઈ ગામે આવેલી ગૌશાળાના ટ્રસ્ટીએ સાવ નીચ કક્ષાનું કાયૅ કરેલ છે.સરકાર પાસેથી કરોડો રૂપિયાની સહાય લેવામાં પાછી પાની ના કરનાર
અમદાવાદના રહેવાસી
આભરણ ગોસ્વામી ઉર્ફે છોટુ બાવાની નટવરપુરા ગૌશાળા ખાતે આશરે ૧૦૦-૧૫૦ ગૌમાતાના અપમૃત્યુનો મામલો ભારે ધિક્કારની લાગણીઓ ઉપજાવે છે.
લેભાગુ તત્વોએ ગાયોના નામે ખોટું ટ્રસ્ટ બનાવી મોટા પ્રમાણમાં નાણા ઉઘરાવાયા હતા. અને ત્યારબાદ ઉઘરાવેલા નાણાંની વ્યકિતગત મોજ મજામાં ઉડામણી કરી ક્યાં રફૂચક્કર થઈ ગયા તે કોઈને ખબર જ નથી.લોકમુખે એવી ચર્ચા થાય છે ટ્રસ્ટી મંડળની અંદરો અંદર ની નાણાકીય લાલસાને લઈને ઝઘડાઓના કારણે જવાબદારી માંથી મુક્ત થઈ ગાયો ને બિસ્માર હાલત મા છોડીને ટ્રસ્ટીઓ ભાગી ગયા હતા. વ્યવસ્થા ના અભાવે કુપોષિત સેંકડો ગાયો મરી ગઇ તેમજ બાકી બચેલી ગાયો આજે દયનીય હાલતમાં ગ્રામજનોના ભરોસે મુકી જાણે આ લેભાગુ તત્વો ક્યાં ભૂગર્ભમાં ચાલ્યા ગયા તે શોધનો વિષય બની ગયો છે. આ બનાવની જાણ થતાં જુનાગઢ જીલ્લા પંચાયત સદસ્ય મુનેશ ભગવાનજીભાઈ પોંકિયાએ સરકારના પ્રતિનીધી ગૌસેવા આયોગના મંત્રી વલ્લભ કથીરીયાનો સંપર્ક કરતા તેઓએ ઉડાઉ અને જવાબદારી વગરના જવાબ આપ્યો જે હલકી માનસિકતાનુ ઉદાહરણ આપેલ છે. તેમજ આ મુદે સ્થાનિક ધારાસભ્યનો સંપકૅ કરો અમને શું સંપર્ક કરો છો અને ટેલીફોનિક વાતમાં ભારે ઉદ્ધતાઈભર્યૂ અશોભનીય એવું વતૅન કરેલ છે કે જાણે કૌભાંડમા પોતે સામેલ હોય અને બધું ખુલ્લુ ના પડ્યું હોય.જુનાગઢ જીલ્લા કલેકટર શ્રીનો સંપર્ક કરતા તેઓ વિડીયો કોન્ફરન્સમા વ્યસ્ત હતા.
ગૌ સેવા ના નામે લોકો ને છેતરતા
આભરણ ગોસ્વામી સહિત
ચીટર ટ્રસ્ટી ટોળકી સામે કડક પગલા ભરવા વિસાવદર તાલુકાના
ગૌસેવા સાથે જોડાયેલા સ્થાનિક લોકોની તિવ્ર માંગ છે. તેમજ તાત્કાલિક ધોરણે
બચેલી ગાયોને સુરક્ષિત જગ્યાએ ખસેડી ને ગાયોને આરક્ષિત કરવાની પ્રચંડ રોષભરી માંગણી ઉભી થયેલ છે. તેમજ આસપાસના લોકોમાં
અમદાવાદ ના રહેવાસી અને
કહેવાતા નપાવટ ગૌપ્રેમી આભરણ ગોસ્વામી સામે હાલ વિસાવદર સામે રોષ ચરમસીમા એ પહોંચ્યો છે ..
અંદાજે ૧૦૦ – ૧૫૦ જેટલી ગાયો ખોરાક- પાણી અને સારવાર ના અભાવે મૌતને ભેટી ચૂકી છે અને અહીંના વહીવટદારો
પાસે આ અપમૃત્યુ નો કોઈ જવાબ નથી ,ગોપીનાથજી ટ્રસ્ટ અને વલ્લભ દિગ્વિજય ટ્રસ્ટ નામના બે ટ્રસ્ટ ઉભા કરીને ગૌ સેવાના નામે લાખ્ખો રુપિયા
ઉઘરાવાયા છે…
જેમાનુ ગોપીનાથજી ટ્રસ્ટ તો રજીસ્ટર્ડ પણ નથી..
બન્ને ટ્રસ્ટ ના ટ્રસ્ટીઓ દ્વારા ગાયોની સેવા અને ગૌ રક્ષાના નામે ઉઘરાવેલા લાખ્ખો રુપિયા – ચાંઉ કરી જઇને -વ્યક્તિગત ઉપયોગ માં વાપરી નંખાયા હોવાનું કહેવાય છે ..હાલ ગામના ગૌસેવકજનો જ ગાયોના નીણ અને ચારો પુરા પાડી રહ્યા છે .
એક તરફ રાજ્ય ના જૈન મુખ્યમંત્રી વિજય રૂપાણી અબોલ પશુઓની કાળજી અને ગૌ સંરક્ષણ ની સતત દુહાઇ દેતા આવ્યા છે..
ત્યારે તેના મંત્રીઓ આવા લોકો સાથે સામેલ થઈ અને મસમોટા કૌભાંડો કરતા હશે તેવી વાત ચર્ચાય રહી છે.વિસાવદર તાલુકા પંચાયત સદસ્ય સુભાષભાઈ ગોંડલીયા આ સમાચાર સાંભળીને ત્યાં દોડી ગયા હતા અને સ્થાનિક આગેવાનો ગ્રામ પંચાયત સદસ્ય દેવેન્દ્ર વિરડીયા તેમજ રમેશ રૈયાણી,કિશોર લાખાણી ,મેહૂલ પટોળીયા,રમેશ લીંબડીમાં, રાજાભાઈ કાછડીયા, ડાયાભાઇ રૈયાણી, વિનુભાઈ કાછડીયા ગ્રામજનોના સહકારથી બાકી રહેલી ગાયોને બચાવવા ભારે મહેનત કરી રહ્યા છે.તેમજ મુનેશ પોકિયા અને સુભાષભાઈ ગોંડલીયાના તેમજ સ્થાનિક આગેવાનોએ તાત્કાલિક ધોરણે પશુ ડોક્ટરની વ્યવસ્થા કરી આપે બિમાર ગાયોની સારવાર કરી હતી.તેમજ નિયમિત રૂપે પોતાની સેવા આપશે તેવું આયોજન કરેલ હતું. સરકારના નાક નીચે
જૂનાગઢ જેવા પશુપાલકોના
જિલ્લા મા ગાયોની આવી દુર્દશા કોઇપણ ગૌ સેવક નુ હ્રદય વલોવી નાંખવા માટે પૂરતી છે
હાલમાં પણ નટવરપુરા ગૌશાળામા ઘણી ગાયો મરવાના વાંકે જીવી રહી છે , લાચાર છે અશક્ત છે .આ બાબતે કેટલાય સમયથી મામલતદાર તેમજ પ્રાંત અધિકારીને રજૂઆત કરી હતી.પણ તેઓએ આ બાબતે નક્કર કાયૅવાહી કરેલ નહીં.નહીતર આટલી ગૌમાતાઓના મૃત્યુના સમાચાર સાંભળવા ના પડત. ત્યારે આજે આગેવાનોએ એક કમીટીની રચના કરી અને કોઈ પણ સંજોગોમાં આ ગૌમાતાઓને બચાવવાનું પ્રણ લીધેલ છે.
ગૌ સેવા માટે મરી ફીટનાર
વિશ્વ હિન્દુ પરિષદ ના અગ્રણીઓ તેમજ ગ્રામજનો ની લાગણી છે કે આ ગૌશાળા નો કબજો મેળવી મરતા ગૌધન ને બચાવવા મા આવે ..
તેમજ લાગતા વળગતા ઉપર પશુ અત્યાચાર, નાંણાનો દુરુપયોગ ,
સંસ્થા માંથી ઉચાપત – તેમજ ગેરરીતિ ના
આરોપસર સંસ્થા ના ટ્રસ્ટીઓ સામે
કાયદેસર ના કડક મા કડક પગલા લેવામા આવે ..
જેથી ભવિષ્યમાં ગૌ સેવા ના નામે
પોતાનું તરભાણુ ભરતા લેભાગુ તત્વો ને સબક મળે ..આ બાબતે દિવસ બે માં તાત્કાલિક ધોરણે કોઈ પગલાં લેવામાં નહીં આવે તો આખા તાલુકા માં જલદ કાર્યક્રમો આપશે
બાયટ-મુનેસ પોકીય
રિપોર્ટર હરેશ મહેતા વિસાવદર




