*ગ્રામ્ય કક્ષાએ નવી જમીન ચકાસણી પ્રયોગશાળા સ્થાપવા નાણાંકીય સહાય મેળવવા જોગ*
અમરેલી, તા: ૧૦ જુલાઈ ૨૦૨૦
ભારત સરકાર દ્વારા સોઇલ હેલ્થ કાર્ડ અને સોઇલ હેલ્થ મેનેજમેન્ટ યોજના અંતર્ગત વધુમાં વધુ સારી કામગીરી થઈ શકે તેમજ ગ્રામ્ય કક્ષાએ સ્થાનિક ઔદ્યોગિક સાહસ ખેડનાર ગુપ્તા/સંસ્થાઓને પ્રોત્સાહન મળી રહે તે હેતુસર નેશનલ મીશન ફોર સસ્ટેનેબલ એગ્રીકલ્ચર યોજના અંતર્ગત સોઇલ હેલ્થ મેનેજમેન્ટ યોજના હેઠળ અમરેલી જિલ્લામાં ગ્રામ્ય કક્ષાએ જમીન ચકાસણી પ્રયોગશાળાની સ્થાપના માટે એગ્રી ક્લિનિક અને એગ્રી બીજનેસ સેન્ટર (AC & ABC), ખેતી સાહસિક, સેવા નિવૃત્ત વ્યક્તિ, સેલ્ફ હેલ્પ ગ્રુપ્સ (SHGs), ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન (FPO), ફાર્મર પ્રોડ્યુસર કંપની (FCs), ફાર્મર જોઇન્ટ લાયબેલિટી ગ્રુપ, ફાર્મર કો- ઓપરેટીવ સોસાયટીઝ, PACs, ઇનપુટ રીટેલ આઉટલેટ, ઇનપુટ રિટેલર્સ અને નાણાંકીય સહાય આપવા માટેની જોગવાઇ કરવામાં આવી છે.
જમીન ચકાસણી પ્રયોગશાળા સ્થાપવા કુલ ખર્ચ રૂ. ૫ લાખના ૭૫% લેખે રૂ. ૩.૭૫ લાખ લાભાર્થીને નાણાંકીય સહાય આપવાની જોગવાઇ કરવામાં આવી છે. જે સંસ્થા આ બાબત અંગે રસ ધરાવતી હોય તો તેમને નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)ની કચેરી, “બી” બ્લોક, બહુમાળી ભવન, રૂમ નં ૩૦૧, માંથી તા.૨૦/૦૭/૨૦૨૦ સુધીમાં કચેરી કામકાજના સમય દિવસો દરમિયાન રૂબરૂ પ્રોજેક્ટ ફોર્મ મેળવી લેવા શ્રી નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) અમરેલીની યાદીમાં જણાવાયું છે.
૦૦૦૦૦૦૦૦૦
જિલ્લા માહિતી કચેરી – અમરેલી
સુમિત ગોહિલ
રિપોર્ટ : રસિક વેગડા (મોટીકુકાવાવ)
