જૂનાગઢ : કેશોદ અને માંગરોળ તાલુકામાં કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેના પગલે કલેકટરશ્રી દ્વારા કેટલાક વિસ્તાર માઈક્રો કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવ્યા છે. કોરોનાના કેસ પોઝિટિવ નોંધાતા જિલ્લા કલેકટર દ્રારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ છે. આ જાહેરનામાં કેશોદના વોર્ડ નં.૨માં ૬૬ કે.વી.પાસે વાડી વિસ્તારમાં આવેલ પોપટભાઇ કરશનભાઇ ધડુકના ઘરનો વિસ્તાર, જુના વણકરવાસમાં આવેલ નારણભાઇ ભીમજીભાઇ રાવલીયાના ઘરથી અશોકભાઇ નાથાભાઇ રાવલીયાના ઘર સુધીનો વિસ્તાર, વોર્ડ નં.૮માં મેઘના સોસાયટીમાં આવેલ હાજાભાઇ મેઘાભાઇ માકડીયાના ઘરથી નીલેષભાઇ જેઠાભાઇ ચાડેગરાના ઘર સુધીનો વિસ્તાર, શેરગઢ ગામે હવેલી વિસ્તારમાં આવેલ નટવરભાઇ ગોરધનદાસ મહેતાનું ઘર.
અગતરાય ગામે બાગ વિસ્તારમાં આવેલ ગોહેલ વનરાજભાઇ નારણભાઇના ઘરથી બગડા દેવાભાઇ મેઘાભાઇના મકાન સુધીનો વિસ્તાર, હાંડલા ગામે મેણંદભાઇ દેવદાનભાઇ કારેથાના ઘરથી રમેશભાઇ મેણંદભાઇ કારેથાના ઘર સુધીનો વિસ્તાર, માંગરોળ શહેરના જાનકી નગર વિસ્તારમાં આવેલ જોષી અમીતભાઇ જગદીશભાઇનું મકાન તથા તેની આજુબાજુ રહેતા મુકેશભાઇ મથકના મકાનથી નરેન્દ્રભાઇ પરમારના મકાન સુધી તથા ભગવાનજીભાઇ વાજાના મકાનથી ગીરીશભાઇ સીધીના મકાન સુધીનો તમામ વિસ્તાર, વિસાવદર વોર્ડ નં.૧માં વ્રજભુમિ સોસાયટી, ધારી બાયપાસ, નરસીહભાઇ રત્નાભાઇ રાઠોડના ઘરથી તારેશભાઇ ભવનલાલ ગોઢાણીયાના ઘર સુધીના મકાનો માઈક્રો કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવ્યો છે.
જ્યારે કેશોદના વોર્ડ નં.૨માં કમલેશભાઇ મોહનભાઇ લાડાણીના વાડીમાં આવેલ મકાનનો વિસ્તાર, જુના વણકરવાસમાં આવેલ માધાભાઇ ખોડાભાઇ રાવલીયાના ઘરથી કાંતીભાઇ ગેલાભાઇ રાવલીયાના ઘર સુધીનો વિસ્તાર, વોર્ડ નં.૮માં મેઘના સોસાયટીમાં આવેલ રમેશભાઇ રામભાઇ ભુવાના ઘરથી જીતુભાઇ ભીમાભાઇ ખાજઠીયાના ઘર સુધીનો વિસ્તાર, શેરગઢ ગામે હવેલી વિસ્તારમાં આવેલ રાઘવભાઇ રણછોડભાઇ ડોબરીયાના ઘરથી અમૃતભાઇ હંસરાજભાઇ હીસુના ઘર સુધીનો વિસ્તાર, અગતરાય ગામે બાગ વિસ્તારમાં આવેલ દાફડા લાલજીભાઇ હીરાભાઇના ઘરથી દાફડા નિલેશભાઇ ભીખુભાઇના ઘર સુધીનો વિસ્તાર.
હાંડલા ગામે મુળુભાઇ બાવાભાઇ કારેથાના ઘરથી જગદીશભાઇ વલ્લભભાઇ ગોસાઇના ઘર સુધીનો વિસ્તાર, માંગરોળ શહેરના જાનકી નગર વિસ્તારમાં આવેલ કે.ડી.પાટડીયાના મકાનથી લક્ષ્મણભાઇ પંડીતના મકાન સુધી તથા નરેન્દ્રભાઇ પરમારના મકાનથી સુરેશભાઇ ધારકનું મકાન તથા વિવેકભારતી વિદ્યા મંદિર સ્કુલ સુધીનો તમામ વિસ્તાર, વિસાવદર વોર્ડ નં.૧માં ધારી બાયપાસ (કન્ટેઇન્મેન્ટ સિવાયનો વિસ્તાર)ના મકાનો બફરઝોન તરીકે જાહેર કરવામાં આવેલ છે. આ જાહેરનામું તા.૧૦ જાન્યુઆરી ૨૦૨૧ સુધી અમલમાં રહેશે. માઈક્રો કન્ટેનમેન્ટ એરીયાની અને બફર ઝોન એરીયાની ગાઈડલાઈન મુજબ સેનીટાઈઝેશન, ડીસઈન્ફેકશનતથા કોવીડ૧૯ સંબંધીત ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે.આ જાહેરનામાંનો ભંગ કે ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર ઠરશે.
