જૂનાગઢ : કેશોદ તાલુકાના અગતરાય ગામે નાબાર્ડ દ્વારા પ્રશિક્ષક અને સ્વ-સહાય જૂથના સભ્યોનો વર્કશોપ યોજવામાં આવ્યો હતો. આ વર્કશોપમાં સ્વ-સહાય જૂથની ૭૫ જેટલી બહેનોએ ભાગ લીધો હતો. આ બહેનોને આત્મનિર્ભર યોજના, ઇ શક્તિ, પંચસુત્ર સહિતના માર્ગદર્શન સાથે ચર્ચા કરવામાં આવી હતી. કેશોદના અગતરાય ગામે નાબાર્ડના ડીડીએમ કિરણ રાઉત, આરસેટીના દર્શન સુત્રેજા, એઆરએલએમ કેવિનભાઇ, યુકો બેન્કના દિનેશ વિધાની સહિતનાની ઉપસ્થિતિમાં પ્રશિક્ષક અને સ્વ-સહાય જૂથના સભ્યોનો વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.
