હાલમાં *કોરોના વાયરસનાં કહેર સામે લોક ડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી* ચાલુ હોઈ, *જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા* લોકોને બહાર નીકળવા ઉપર પ્રતિબંધ હોઈ, તમામ થાણા અમલદારોને *કાયદાનું પાલન કરાવવા* કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ છે. ઉપરાંત, *ઉનાળાના ધોમ ધખતા તડકામા બંદોબસ્તમાં રહેલ પોલીસ માટે છાંયડા અને ઠંડક માટે પણ ખાસ વ્યવસ્થા* કરવામાં આવેલ…._
જૂનાગઢ *જિલ્લા પોલીસ વડા શ્રી સૌરભ સિંઘ* દ્વારા બપોરના સમયે પોઇન્ટ ઉપર બંદોબસ્તમાં ખડે પગે ઉભેલી પોલીસ માટે છાંયડાની તથા લીંબુ સરબતની વ્યવસ્થા કરવામાં આવેલ છે. ઉપરાંત, જૂનાગઢ શહેરમાં *નિવૃત કર્મચારીઓ તથા નાગરિકો દ્વારા ચલાવવામાં આવતી રાધેશ્યામ (મધુ સખી) રામરોટી સેવા મિત્ર મંડળ, ગાયત્રી મંદિર, જૂનાગઢના સેવકો* દ્વારા જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા તથા પ્રોબે. ડીવાયએસપી એમ.ડી.બારીયાને મળી, *બપોરના સમયે બંદોબસ્તમાં રહેલ પોલીસ, હોમગાર્ડ, જીઆરડી, ફોરેસ્ટ, સહિતના પોલિસ જવાનોને સતત બે દિવસ સુધી સ્વાસ્થ્ય માટે બપોરના સમયે ગ્લુકોઝ ના પેકેટો નું વિતરણની પણ વ્યવસ્થા* કરવામાં આવેલ છે. *બપોરના સમયે બંદોબસ્તમાં રહેલ પોલીસ, હોમગાર્ડ, જીઆરડી, ફોરેસ્ટ, સહિતના દરેક પોલિસ જવાનોને ગ્લુકોઝ મળતા, બંદોબસ્તમાં રહેલ જવાનોને શીતળતા* મળે છે. આ ઉપરાંત, આ જ *સંસ્થા દ્વારા આપવામાં આવેલ ગ્લુકોઝ પેકેટો ભવનાથ ખાતે આવેલ સેલ્ટર હોમના 75 જેટલા મજૂરોને પણ વિતરણ કરવામાં આવેલ હતો. આમ, રાધેશ્યામ (મધુ સખી) રામરોટી સેવા મિત્ર મંડળના સ્વયં સેવકો હર્ષદ મંકોડી, જયેશભાઇ દોશી, જગદીશભાઈ વસાવડા, સહિતની ટીમ દ્વારા શહેર વિસ્તારમાં બંદોબસ્તના સ્ટાફ અને મજૂરોને 600 જેટલા ગ્લુકોઝના પેકેટના વિતરણ કરી, ઉનાળાના સમયમાં પોલીસ સ્ટાફની ખેવના કરી, શીતળતા પુરી પાડવામાં મદદરૂપ* થયા છે….._
જૂનાગઢ જિલ્લાના *પોલીસ અધિક્ષક શ્રી સૌરભસિંઘ* દ્વારા કોરોના વાયરસ બાબતે લોક ડાઉનના *બંદોબસ્તમાં રહેલ પોલીસના સ્વાસ્થ્યની ખેવના કરી, છાંયડા તથા ઠંડા પીણાની વ્યવસ્થા* કરાવી, *લોકોની સુરક્ષા સાથે બંદોબસ્તમાં રહેલ પોલીસના સ્વાસ્થ્ય માટે પણ પગલાંઓ લેવાનું શરૂ* કરવામાં આવેલ છે…_
રિપોર્ટ
અનિષ ગૌદાણા
જૂનાગઢ બ્યુરોચીફ