Uncategorized

જૂનાગઢ તા.17.11.2020 મહિલા શક્તિ કેન્દ્ર દ્વારા બેટી બચાઓ બેટી પઢાઓ યોજના અંતર્ગત ભીયાળ ગામે રંગોળી સ્પર્ધા યોજાઇ

રંગોળી દ્વારા સમાજમાં દિકરી જન્મ અને દિકરીના શિક્ષણનો સંદેશ પાઠવવામાં આવ્યો

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી અંતર્ગત કાર્યરત મહિલા શક્તિ કેન્દ્ર દ્વારા બેટી બચાઓ બેટી પઢાઓ યોજના અંતર્ગત ભીયાળ ગામ ખાતે તાજેતરમાં રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં ગામની બહેનો અને કિશોરીઓ દ્વારા બેટી બચાઓ બેટી પઢાઓ થીમ આધારીત રંગોળી બનાવવામાં આવી હતી અને આ રંગોળી દ્વારા સમાજમાં દિકરી જન્મ અને દિકરીના શિક્ષણનો સંદેશ પાઠવવામાં આવ્યો હતો. આ સાથે દિકરીના સર્વાંગી વિકાસ અને સશક્તિકરણને અનુલક્ષીને વિવિધ મહિલાલક્ષી યોજનાકીય માહિતીઓ આપવામાં આવી હતી. જૂનાગઢ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી મારફતે પ્રથમ, દ્રિતીય અને તૃતીય ક્રમાંક પર આવનાર સ્પર્ધકોને વિશેષ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હત. તેમજ ભાગ લેનાર તમામ સ્પર્ધકોને ઇનામ આપવામાં આવ્યા હતા.

 

રિપોર્ટ
અનિષ ગૌદાણા
જૂનાગઢ બ્યુરોચિફ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *