Gujarat Uncategorized

જૂનાગઢ તા.18.11.2020 કેશોદ તાલુકામાં માં કોરોનાનો પોઝિટિવ કેસ આવતા વધુ ૩ માઈક્રો કન્ટેન્મેન્ટ વિસ્તાર જાહેર કરાયા

જૂનાગઢ : કેશોદ તાલુકામાં કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયો છે. જેના પગલે કલેકટરશ્રી દ્વારા કેટલાક વિસ્તાર માઈક્રો કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવ્યો છે. જયારે અહિંનો કેટલોક વિસ્તાર બફર ઝોન જાહેર કરવામાં આવેલ છે.

કોરોનાના કેસ પોઝિટિવ નોંધાતા જિલ્લા કલેકટર દ્રારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ છે.આ જાહેરનામા મુજબ કેશોદ વોર્ડ નં.૫ જૂનાગઢ રોડ પર ગર્લ્સ સ્કુલની સામે આવેલ લલીતભાઇ અમૃતલાલ ઠુંબરની દુકાનથી ગૈારવભાઇ ચૈાહાણની દુકાન સુધીનો વિસ્તાર, વોર્ડ નં.૨ જૂનાગઢ રોડ પર રતન પાર્કમાં આવેલ મેરામભાઇ કરણાભાઇ ડાંગરનાં મકાન પાસેથી રાજેશભાઇ ચાવડાનાં મકાન સુધીનો વિસ્તાર.કેશોદના કેવદ્રા વોર્ડ નં.૯ વ્રજલાલ લાડાણીનાં મકાનથી જમનભાઇ વશરામભાઇ મણવરનાં મકાન સુધીનો વિસ્તાર માઈક્રો કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવ્યો છે.

જયારે કેશોદ વોર્ડ નં.૫ જૂનાગઢ રોડ પર ગર્લ્સ સ્કુલની સામે આવેલ નરેશભાઇ કરશનભાઇ સીધ્ધપરાના મકાનથી ગીરીશભાઇ કાનજીભાઇ ઠુંમરના મકાન સુધીનો વિસ્તાર, વોર્ડ નં.૨ જૂનાગઢ રોડ પર રતન પાર્કમાં આવેલ પુનાભાઇ છૈયાનાં મકાન પાસેથી મેણંદભાઇ પાંચાભાઇ ખટારીયાનાં મકાન સુધીનો વિસ્તાર

કેશોદના કેવદ્રા વોર્ડ નં.૯ ગોપાલ નથુ મણવરનાં ઘરથી નટવર જેરામના ઘર સુધી તથા વાલજી દુદા લાડાણીનું મકાન તથા વલ્લભભાઇનાં ઘર સુધી તથા જગદીશ મણવરનાં ગોડાઉન થી દિલીપ વાલજી લાડાણીનાં ઘર સુધી કન્ટમેન્ટ વિસ્તારની આસપાસનાં મકાનો બફરઝોન તરીકે જાહેર કરવામાં આવેલ છે. આ જાહેરનામું તા.૩૦ નવેમ્બર સુધી અમલમાં રહેશે.

માઈક્રો કન્ટેનમેન્ટ એરીયાની અને બફર ઝોન એરીયાની ગાઈડલાઈન મુજબ સેનીટાઈઝેશન, ડીસઈન્ફેકશન તથા કોવીડ-૧૯ સંબંધીત ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે.આ જાહેરનામાંનો ભંગ કે ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર ઠરશે.

 

રિપોર્ટ
અનિષ ગૌદાણા
જૂનાગઢ બ્યુરોચિફ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *