જૂનાગઢ
તા.20.3.2020
ભેંસાણ તાલુકાના ચુડા ગામે કરિયાણા દુકાનમાં ચોરી કરનાર આરોપીઓને ઝડપી પડ્યા
જૂનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકાના ચુડા ગામે રહેતા અને ગામમાં જ કરિયાણા તથા પાન બીડી ની દુકાન ચલાવી, વેપાર કરતા ફરિયાદી રજનીભાઇ વશરામભાઇ ગજેરા ની *દુકાનમાં પાછળની દીવાલમાં બાકોરું પાડી, પ્રવેશ કરી, રોકડ રકમ રૂ. 12,000/- તથા તમાકુ, સોપારી વિગેરે સામાન મળી, કુલ કિંમત રૂ. 14,700/- ની ચોરી અજાણ્યા આરોપીઓ* દ્વારા કરવામાં આવેલ હોઈ, ફરિયાદી રજનીભાઇ વશરામભાઇ ગજેરા પટેલ ઉવ. 34 રહે નાની પાટી, ચુડા ગામ તા. ભેસાણ જી. જૂનાગઢ દ્વારા ભેસાણ પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવતા, પીએસઆઇ એમ.સી.ચુડાસમા તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલ હતી…_
જૂનાગઢ *રેન્જ ના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જિલ્લા પોલીસ વડા શ્રી સૌરભ સિંઘ* દ્વારા જિલ્લામાં બનતા *મિલકત વિરુદ્ધના ગુન્હાઓ ડીટેકટ કરી, ગુન્હામાં સંડોવાયેલા આરોપીઓને પકડી પાડી, મુદ્દામાલ કબ્જે કરવા તમામ પોલીસ અધિકારીઓને સુચનાઓ* કરવામાં આવેલ છે…_
જૂનાગઢ ડિવિઝન ના ડીવાય એસપી પ્રદિપસિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ ભેંસાણ પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. એમ.સી.ચુડાસમા, હે.કો. કેતનભાઈ, પો.કો. કલ્પેશભાઇ, સંજય ભાઈ, રમેશભાઇ, કમલસિહ સહિતની ટીમ દ્વારા તપાસ દરમિયાન બાતમીદારો દ્વારા મળેલ માહિતી આધારે આરોપી વૈભવ અશોકભાઈ બાવરીયા કોળી ઉવ20 રહે ચુડા તા.ભેસાણ વાળાને પકડી પાડી, ધરપકડ કરવામાં આવેલ છે. અને આરોપીના કબજામાંથી મુદ્દામાલ સોપારી, માવા, તમાકુ વગેરે મળી કુલ રુ 700 નો પણ કબ્જે કરવામાં આવેલ છે…._
પકડાયેલા આરોપીની પુછપરછ કરવામાં આવતા, તેણે તથા તેના ગામના ગાંગા ખોડાભાઇ પટેલ એ આ ચોરી કરેલની કબૂલાત કરેલ છે. બંને આરોપીઓને રૂપિયાની જરૂરિયાત હોઈ, પોતાના જ ગામમાં ફરિયાદીની દુકાન સારી ચાલતી હોઈ, ઘણા રૂપિયા મળશે તેવું વિચારી, દુકાનની પાછળના દીવાલમાં બાકોરું પાડી, દુકાનમાં પ્રવેશ કરી, ગલ્લાના ખાનામાં રાખેલ રોકડ રકમ તથા તમાકુ સોપારી સહિતના સામાનની ઘરફોડ ચોરી કરેલાની કબૂલાત કરવામાં આવેલ છે. *આરોપી ગાંગા ખોડાભાઇ હાલ માં ફરાર* છે…._
ભેંસાણ પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. એમ.સી.ચુડાસમા તથા સ્ટાફ દ્વારા પકડાયેલ આરોપી એ આ સિવાય બીજા કોઈ ચોરીના ગુન્હા આચરેલા છે કે કેમ..? બીજા કોઈ ગુન્હામાં વોન્ટેડ કે પકડાયેલા છે..? એ બાબતે પૂછપરછ હાથ ધરી, પોલીસ રિમાન્ડ મેળવવા વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે…_
રિપોર્ટર
અનિષ ગૌદાણા
જૂનાગઢ