જૂનાગઢ જિલ્લામાં તા.૨૩ નવેમ્બરથી ૧૧ ડિસેમ્બર સુધી અને રાજ્યકક્ષાની તા.૧૯ ડિસેમ્બરના યોજાશે
જૂનાગઢ : ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી આયોજિત જિલ્લા રમત ગમત અધિકારી કચેરી અને જિલ્લા યુવા વિકાસ અધિકારી જૂનાગઢ સંચાલિત “Play At Home” વિષય પર ચિત્ર સ્પર્ધા યોજાનાર છે.
હાલ કોવિડ-૧૯ મહામારીને ધ્યાને લેતાં સોશિયલ ડિસ્ટન્સિંગને ધ્યાને લેતાં ઉક્ત સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોએ A4 સાઈઝના (૮.૩” x ૧૧.૭”) ડ્રોઈંગ પેપર પર પોતાની કૃતિ પોતાના ઘરે તૈયાર કરી તેને માઉનટીગ કરાવ્યા બાદ જિલ્લા રમત ગમત કચેરી ખાતે તા.૨૩/૧૧/૨૦૨૦ થી તા.૧૧/૧૨/૨૦૨૦ બપોરે ૧૨:૦૦ કલાક સુધીમાં મોકલી આપવાના રહેશે. આપની કૃતિ પાછળ સ્પર્ધકે પોતાનું નામ, સરનામું, મોબાઈલ નંબર, શાળાનું નામ વગેરે જેવી બાબતોનો ઉલ્લેખ કરવાનો રહેશે તેમજ આ કૃતિની સાથે સ્પર્ધકે ઉમરના પુરાવા તરીકે (આધારકાર્ડ/જન્મ તારીખનો દાખલો) ની ઝેરોક્ષ અને બેન્ક ખાતાની પ્રથમ પાનાની ઝેરોક્ષ અચૂક જોડવાની રહેશે. આ સ્પર્ધા માં ૦૮ થી ૧૩ વર્ષના બાળકો ભાગ લઈ શકશે.
આ સ્પર્ધામાથી જૂનાગઢ મહાનગરપાલિકા અને જૂનાગઢ ગ્રામ્ય વિસ્તારમાંથી ત્રણ-ત્રણ ચિત્રની જિલ્લાકક્ષાએ પસંદગી થયા બાદ રાજ્યકક્ષાએ ચિત્રો મોકલવામાં આવશે. રાજ્યકક્ષાની ચિત્ર સ્પર્ધા તા.૧૯/૧૨/૨૦૨૦ના રોજ ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી, રવિશંકર રાવલ કલાભવન, એલિસ બ્રિજ, અમદાવાદ ખાતે આયોજન કરવામાં આવશે. આ સ્પર્ધાનો સમય ૧૧ થી ૫ કલાક સુધીનો રહેશે. જેમાં સમગ્ર રાજ્યમાંથી આવેલ ચિત્રો પૈકી બેસ્ટ -૩૦ ચિત્રોના સ્પર્ધકોને રાજ્યકક્ષાની સ્પર્ધામાં સ્થળ પર ચિત્ર બનાવવાના રહેશે. જે પૈકી ૧૦ વિજેતા પસંદગી કરવામાં આવશે.
રાજ્યકક્ષાની ચિત્રસ્પર્ધામાંથી ૧૦ વિજેતા કલાકારોની પસંદગી થશે. તેઓ પૈકી પ્રથમ વિજેતાને રૂ. ૨૫,૦૦૦/- દ્વિતીય વિજેતાને રૂ. ૧૫,૦૦૦/-, તૃતીય વિજેતાને ૧૦,૦૦૦/- એમ ત્રણ ઇનામો અને બાકીના અન્ય સાત વિજેતાઓને રૂ. ૫,૦૦૦/- (પ્રત્યેકને) મુજન આશ્વાસન ઇનામો આપવામાં આવશે. તમામ વિજેતાઓને ચિત્રકામ કીટ (ડ્રોઈંગ કીટ) આપવામાં આવશે.
જિલ્લાકક્ષા સ્પર્ધામાં કોઈ વ્યક્તિની મદદ વિના ચિત્ર દોરી તા.૧૧/૧૨/૨૦૨૦ સુધી બપોરે ૧૨:૦૦ કલાક સુધીમાં જિલ્લા રમત ગમત કચેરી, બ્લોકનં.૧/૧, બહુમાળી ભવન, સરદારબાગ , જૂનાગઢ ખાતે જિલ્લા યુવા વિકાસ અધિકારીને પહોચતી કરવાની રહેશે. સ્પર્ધા અંગેના તમામ નિયમો કચેરીના ફેસબુક આઈ.ડી. – Dso Junagadhcity પરથી અને કચેરી પરથી મેળવી શકાશે. તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવ્યું છે.
રિપોર્ટ
અનિષ ગૌદાણા
જૂનાગઢ બ્યુરોચિફ
