જૂનાગઢ : કોરોના વાયરસના સંક્રમણને રોકવા વહીવટીતંત્રના અધિકારીઓ કર્મચારીઓ સતત ફરજ બજાવી રહ્યા છે. સતત ફરજ બજાવતા આ કર્મચારીઓને માસ્ક અને સેનીટાઈઝર મળે તે જરૂરી છે. I.C.I. C. બેંક જૂનાગઢ બ્રાન્ચ દ્વારા કલેકટર કચેરી જૂનાગઢને ૫૦૦ માસ્ક અને ૧૨૦૦ બોટલ સેનીટાઈઝરની આપવામાં આવી હતી. ઉપરાંત કોર્પોરેશનને પણ બેંક દ્વારા ૨૦૦૦ માસ્ક અને ૫૦૦ બોટલ સેનીટાઈઝરની આપવામાં આવી હોવાનું બ્રાન્ચ મેનેજર સ્નેહલ દેવાણીએ જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છેકે, I.C.I.C. બેંક દ્વારા કોરોનાની મહામારી સાથે કાર્યરત કર્મચારીઓ માટે સામાજીક જવાબદારીના ભાગરૂપે આ વ્યવસ્થા કરવામાં આવી છે.
રિપોર્ટ
અનિષ ગૌદાણા
જૂનાગઢ બ્યુરોચીફ