જૂનાગઢ જિલ્લાના ખેડુત ખાતેદારોને ૭ તથા ૮ – અ ની નકલો વર્ષમાં એક વખત વિનામૂલ્યે મળશે.
ખેડૂતો પોતાની જમીનના હક સંબઘી વિગતો થી માહિતગાર રહે તે માટે હવે ૭ તથા ૮ –અ ની નકલ વર્ષમાં એક વખત ખાતેદારોને વિનામુલ્યે વિતરણ કરવામાં આવશે. જૂનાગઢ જિલ્લાના તમામ ખેડૂત ખાતેદારોને આ નાણાકીય વર્ષની ૭ તથા ૮ -અ ની નકલો વિનામૂલ્યે તલાટી કમ મંત્રીશ્રીઓ મારફત મળશે.
ઉલ્લેખનીય છે કે પ્રવર્તમાન જોગવાઈ મુજબ ખેડૂત ખાતેદારોને આ પ્રકારની નકલો માટે ફી ભરવાની થતી હતી. ત્યારે હવે સરકારના આદેશ મુજબ ખેડૂતો પોતાની જમીન હક સંબંઘી વિગતોથી અપડેટ રહે એ માટે દર વર્ષ એક વખત કોઇ પણ પ્રકારની ફી લીઘા વગર નકલ આપવાનુ જણાવવામાં આવ્યુ છે.
રિપોર્ટ
અનિષ ગૌદાણા
જૂનાગઢ બ્યુરોચીફ