Uncategorized

જૂનાગઢ તા.8.10.2020 કૃષિ યુનિ. જૂનાગઢ દ્વારા “રિસેન્ટ એડવાન્સીસ ફોર સસ્ટેનેબલ લાઇવસ્ટોક ફાર્મિંગ” વિષય પર પાંચ દિવસીય ઓનલાઈન તાલીમ ઉદઘાટન કાર્યક્રમ યોજાયો

જૂનાગઢ : જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ના પશુ વિજ્ઞાન વિભાગ ખાતે વર્લ્ડ બેંક, આઈસીએઆર, ન્યુ દિલ્હીના સંયુક્ત ઉપક્રમે સંસ્થાકીય વિકાસ યોજના (આઈડીપી) અંતર્ગત બી.એસ.સી. (હોનર્સ) એગ્રીકલ્ચર અને વેટરનરીના વિદ્યાર્થીઓ માટે “રિસેન્ટ એડવાન્સીસ ફોર સસ્ટેનેબલ લાઇવસ્ટોક ફાર્મિંગ” વિષય પર તા.૦૫-૧૦-૨૦૨૦ થી તા. ૦૯-૧૦-૨૦૨૦ સુધી પાંચ દિવસીય ઓનલાઈન તાલીમનો ઉદ્ધાટન સમારંભ યોજવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં કુલ ૫૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ છે. આ તાલીમના ઉદઘાટન સમારંભમાં કુલપતિ ડૉ. વી. પી. ચોવટીયા, કુલપતિ ડૉ. વિષ્ણુ શર્મા, રાજસ્થાન યુનિવર્સીટી ઓફ વેટરનરી સાયન્સ, બિકાનેર, નિયામક ડો. રાઘવેન્દ્ર ભટ્ટા, નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ એનિમલ ન્યુટ્રીશન એન્ડ ફીઝીયોલોજી, બેંગલોર, વિસ્તરણ શિક્ષણ નિયામક, ડો. એચ. એમ. ગાજીપરા, અને કૃષિ મહાવિદ્યાલયના આચાર્યશ તથા પ્રોજેક્ટ કો-પી.આઈ. ડો. કે. એ. ખુંટ, પશુપાલન મહાવિદ્યાલયના આચાર્ય અને ડીન તથા પ્રોજેક્ટ કો-પી.આઈ ડૉ. પી. એચ. ટાંક, કૃષિ ઈજનેરી અને તકનીકી મહાવિદ્યાલયના આચાર્ય અને ડીન તથા પ્રોજેક્ટ કો-પી.આઈ ડૉ. એન. કે. ગોંટીયા, કુલસચિવ ડો. પી. એમ. ચૌહાણ અને આ તાલીમના આયોજક તથા મદદનીશ પ્રાધ્યાપક અને વડા, પશુવિજ્ઞાન વિભાગ, કૃષિ મહાવિદ્યાલય ડો. એન. કે. રીબડીયા તથા અન્ય યુનિવર્સીટી અધિકારીઓ હાજર રહયા હતા.

 

રિપોર્ટ
અનિષ ગૌદાણા
જનતા કી જાનકારી દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચિફ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *