અરજી કરવા ઇચ્છતા ખેડૂતોએ તા. ૩૦-૬-૨૦૨૧ સુધીમાં અરજી કરવાની રહેશે
જૂનાગઢ. : સૌરાષ્ટ્રના જૂનાગઢ, પોરબંદર, અમરેલી, જામનગર, સુરેન્દ્રનગર, ભાવનગર, રાજકોટ, ગીર સોમનાથ, દેવભુમિ દ્વારકા અને મોરબી જિલ્લાના કોઇ પણ એક પ્રગતિશીલ ખેડૂતને વર્ષ ૨૦૨૦-૨૧માં લીંબુની વૈજ્ઞાનિક ખેતી અને તેનું મુલ્યવર્ધન માટે રજત જયંતિ એવોર્ડથી સન્માનિત કરાશે.
આ એવોર્ડ માટે અરજી કરવા ઇચ્છતા ખેડૂતોએ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, સંશોધન કેન્દ્રો તેમજ તેમની નજીકની સ્વૈચ્છીક સંસ્થાની ભલામણ સાથે તા.૩૦-૬-૨૦૨૧ સુધીમાં મળી જાય તે રીતે નિયત ફોર્મમાં અરજી કરવાની રહેશે. (અરજી પત્રક જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની વેબસાઇટ www.jau.in ઉપરથી ડાઉનલોડ કરી શકાશે) આ અંગે વધુ વિગત માટે મદદનીશ વિસ્તરણ શિક્ષણશાસ્ત્રી(માહિતી), સરદાર સ્મૃતિ કેન્દ્ર, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી જૂનાગઢનો સંપર્ક કરવાનું વિસ્તરણ શિક્ષણ નિયામકની યાદીમાં જણાવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અખંડ ભારતના શિલ્પી ખેડૂત પુત્ર સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ શતાબ્દી વર્ષ(૧૯૭૫)ની યાદમાં શરૂ કરવામાં આવેલ સરદાર સ્મૃતિ કેન્દ્રો પૈકીના જૂનાગઢ કેન્દ્રએ ૧૯૯૯-૨૦૦૦નું વર્ષ રજત જયંતી વર્ષ તરીકે ઉજવાય છે. આ પ્રસંગની યાદગીરી માટે અને કેન્દ્રની પ્રવૃતિઓનો વ્યાપ વધે અને બહોળા પ્રમાણમાં ખેડૂતો આ કેન્દ્રનો લાભ લેતા થાય તેવા આશયથી સરકાર સ્મૃતિ કેન્દ્ર, જૂનાગઢ રજત જયંતિ એવોર્ડ શરૂ કરવામાં આવેલ છે.
રિપોર્ટ
અનિષ ગૌદાણા
જનતા કી જાન કારી દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચિફ
