સૈાથી વધુ માણાવદર તાલુકામાં રજીસ્ટ્રેશન તા. ૨૦ ઓક્ટબર સુધી હજુ રજીસ્ટ્રેશન થઇ શકશે
જૂનાગઢ. : જૂનાગઢ જિલ્લામાં ટેકાના ભાવે મગફળી વેચાણ માટે અત્યાર સુધીમાં ૩૫૫૪૨ ખેડુતોએ રજીસ્ટ્રેશન કરાવ્યુ છે. તેમજ સૈાથી વધુ તાલુકામાં માણાવદરમાં ૭૦૯૬ રજીસ્ટ્રેશન થયા છે.
ખેડુતોને પોષણક્ષમ ભાવ મળી રહે એ હેતુ થી સરકારશ્રી દ્રારા દર વર્ષ ટેકાના ભાવ જાહેર કરી ખેડુતો પાસે થી મગફળી ખરીદવામાં આવે છે. આ વર્ષ પણ સરકાર દ્રારા ખેૂતોના હિતમાં નિર્ણય લઇને ટેકાના ભાવે મગફળીની ખરીદી માટેનો રજીસ્ટ્રેશનની શરૂઆત તા.૧ ઓક્ટબર થી કરવામાં આવી છે. મગફળીનો ટેકાનો ભાવ પ્રતિ કિવન્ટલ ૫૨૭૫ રૂપિયા અને પ્રતિ મણ ૧૦૫૫ નક્કી કરવામાં આવી છે.
ખેડૂતોએ રજીસ્ટ્રેશન માટે ગામના ઇ-ગ્રામ કેન્દ્ર તથા એ.પી.એમ.સી ખાતે થી વિનામુલ્યે રજીસ્ટ્રેશન થઈ શકશે. નોંધણી સમયે ખેડુતોએ પ્રમાણીત કરેલ આધારકાર્ડની નકલ,બેન્કનો કેન્સલ કરેલ ચેક/પાસ બુકના પ્રથમ પાનાની નકલ, ગામ નમુના નંબર ૭ તથા ૧૨ નો ઉતારો,ગામ નમુના નંબર ૮-અ નો ઉતારો, તલાટીનો વાવેતરનો દાખલો સાથે લાવવાના રહેશે
તા.૧ ઓક્ટબર થી શરૂ થયેલ રજીસ્ટ્રેશનમાં તા. ૮ સુધીમાં જૂનાગઢ જિલ્લામાં કુલ ૩૫૫૪૨ ખેડુતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જેમાં કેશોદ તાલુકામાં ૩૦૩૯, જૂનાગઢમાં ૨૯૬૦, જૂનાગઢ શહેરમાં ૯૫, ભેસાણ તાલુકામાં ૪૧૧૨, મેંદરડા તાલુકામાં ૩૧૨૦, માંગરોળ તાલુકામાં ૧૮૫૭, માણાવદર તાલુકામાં ૭૦૯૬, માળિયા હાટીના તાલુકામાં ૫૪૬૨, વંથલી તાલુકામાં ૪૧૯૬,વિસાવદર તાલુકામાં ૩૬૦૩ ખેડુતો એ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.
રિપોર્ટ
અનિષ ગૌદાણા
જનતા કી જાનકારી દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચિફ
