જૂનાગઢ પોલીસ દ્વારા ડાઉનનો ભંગ કરતા ઇસમોને ધરપકડ કરી, તમામ વિરુદ્ધ આઇપીસી, ધી એપેડેમીક ડીસીઝ એકટ તેમજ ધી એપેડેમીક રેગ્યુલએશન એકટ, ધ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ મુજબ જાહેરનામાનો ભગં કરવા બદલ કાયદેસર કાયૅવાહી કરવામાં આવી_
જૂનાગઢ જિલ્લા કલેકટરશ્રી દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામાનું ઉલ્લંઘન કરી, વહેલી સવારે ઘણા લોકો મોર્નિંગ વોકમાં નીકળી જતા હોવાની તથા ભણેલા ગણેલા ભદ્ર સમાજના લોકો દ્વારા ઉલ્લંઘન કરાતું હોવાની ફરિયાદ જૂનાગઢ *જિલ્લા પોલીસ વડા શ્રી સૌરભ સિંઘ* ના ધ્યાન ઉપર આવતા, કોરોના વાયરસ બાબતે લોક ડાઉનનો અમલ કરાવી, *લોકોની સુરક્ષા માટે કડક પગલાંઓ લેવાનું શરૂ* કરવામાં આવેલ છે.ત્યારે ગઈકાલે એ ડિવિઝન તથા બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફ્લેગ માર્ચ યોજી, અમુક અમુક વિતારમાં ફ્લેગ માર્ચ હોલ્ટ કરી, આજુબાજુની સોસાયટીમાં ચેકીંગ હાથ ધરી તેમજ મોબાઈલો મેઈન રોડ ઉપર હોલ્ટ કરી, મોબાઈલમાં રાખવામાં આવેલ માઇક દ્વારા કલેક્ટરશ્રીના લોક ડાઉનના જાહેરનામાની પણ જાહેરાત કરી, લોકોને ઘરમાં રહેવા વિનંતી કરી, જાહેરનામાનો ભંગ કરવામાં આવશે તો ગુન્હો બને છે, તેવી સુચનાઓ* પણ આપી, કાર્યવાહી કરી, *સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ લોક ડાઉન અને તેના અમલ કરાવવા તેમજ કોરોના વાયરસનો ફેલાવો અટકે તે માટે કડક કાર્યવાહી શરૂ* કરવામાં આવેલ છે…_
💫 _હાલમાં *કોરોના વાયરસનાં કહેર સામે લોક ડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી* ચાલુ હોઈ, *જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા* લોકોને બહાર નીકળવા ઉપર પ્રતિબંધ હોઈ, તમામ થાણા અમલદારોને *કાયદાનું પાલન કરાવવા* કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ છે….._
💫 _આજરોજ પણ *જિલ્લા પોલીસ વડા શ્રી સૌરભ સિંઘ* ની સૂચના ને આધારે જૂનાગઢ ડિવિઝન ના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા તથા પ્રોબે. ડીવાયએસપી એમ.ડી.બારીયાના માર્ગદર્શન હેઠળ *શહેર વિસ્તારમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પો.આઇ. જે.પી.ગોસાઈ, સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. ડી.જી.બડવા, પીએસઆઇ વી.બી.ચાવડા, ટ્રાફિક પીએસઆઇ એ.સી.ઝાલા, સહિતના અધિકારીઓ તથા આશરે 50 જેટલા સ્ટાફના કાફલાએ 08 જેટલી પોલીસ મોબાઈલ, 14 જેટલા મોટર સાયકલ, સુપર કોપ બાઈક સાથેના કાફલા* એ શહેર વિસ્તારના *રેલવે સ્ટેશન, મજેવડી ગેઇટ, સુખનાથ ચોક, કડિયા વાડ, ગિરનાર દરવાજા, દાતાર રોડ, પ્રદીપ ખાડિયા, મેઘાણી નગર, પંચેશ્વર, ધરાર નગર, આંબેડકર નગર, રાજીવ નગર, ગાંધીગ્રામ, મોતીબાગ, મધુરમ, વિસ્તારમાં ફલેગ માર્ચનું આયોજન કરી, આજુબાજુની સોસાયટીઓમાં બાઈક પેટ્રોલીંગ દ્વારા ચેકીંગ* હાથ ધરી, સોસાયટી વિસ્તારમાં લોક ડાઉનનો ભંગ કરતા ઇસમોને પકડી પડવાની કાર્યવાહિ કરી, ધરપકડ કરી, તમામ વિરુદ્ધ આઇપીસી, ધી એપેડેમીક ડીસીઝ એકટ તથા ધી એપેડેમીક રેગ્યુલએશન એકટ, ધ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ મુજબ જાહેરનામાનો ભગં કરવા બદલ કાયદેસર કાયૅવાહી કરવામાં આવેલ છે….._
મહેશ કથીરિયા
બ્યુરો ચીફ જૂનાગઢ