Uncategorized

જૂનાગઢના ટ્રાફીક બ્રિગેડ ધિરેનભાઈ સોલંકી ને પોતાની ફરજ દરમિયાન મળેલ રોકડ રકમ પરત તેના માલિકને સોંપતા *પોલીસ અધિક્ષક શ્રી સૌરભસિંઘ* દ્વારા ટ્રાફિક બ્રિગેડ ધિરેંભાઈ સોલંકીને પ્રમાણિકતા દાખવવા બદલ અભિનંદન

જૂનાગઢના ટ્રાફીક બ્રિગેડ ધિરેનભાઈ સોલંકી ને પોતાની ફરજ દરમિયાન મળેલ રોકડ રકમ પરત તેના માલિકને સોંપતા *પોલીસ અધિક્ષક શ્રી સૌરભસિંઘ* દ્વારા ટ્રાફિક બ્રિગેડ ધિરેંભાઈ સોલંકીને પ્રમાણિકતા દાખવવા બદલ અભિનંદન આપવામાં આવ્યા

💫 _*જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ અધિક્ષક શ્રી સૌરભ સિંઘ દ્વારા* જૂનાગઢ જિલ્લામાં સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને *”પોલીસ પ્રજાનો મિત્ર છે”* એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ…_

💫 _હાલમાં *કોરોના વાયરસનાં કહેર સામે લોક ડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી* ચાલુ હોઈ, લોકોને બહાર નીકળવા તથા ઘરમાં જ રહેવા જણાવવામાં આવેલ છે, ત્યારે જૂનાગઢ *જિલ્લા પોલીસ વડા શ્રી સૌરભ સિંઘ* દ્વારા પ્રજાની મદદ કરવાની અને તેઓને *લોક ડાઉન દરમિયાન કોઈ કામકાજ સબબ જરૂરિયાત સમયે મદદ કરવા તમામ પોલીસ અધિકારીઓને સૂચનાઓ* કરવામાં આવેલ છે…._

💫 _આજરોજ તળાવ દરવાજા ચાર રસ્તા ખાતે ટી.આર. બી માં ફરજ બજાવતા ધીરેન ભાઈ સોલંકી પોતાની ફરજ પર કલાક ૧૧:૪૫ વાગ્યે હાજર હતા, ત્યારે તેમનું ધ્યાન રોડ પર પડેલા રૂપિયા ૨૮૦૦ મળી આવેલ હતા. જે રોકડા રૂ. 2,800/- લઈને શહેર ટ્રાફિક શાખા માં પીએસઆઈ એ.સી.ઝાલાને જાણ કરી, જે રૂપિયા અંગે રોડ ઉપર દેવભાઈ અતુલ ભાઈ વસાણી નામનો યુવક તપાસ કરવા આવતા, ખાત્રી કરતા, રૂ. 2,800/- તેના પિતાજીએ દાણાપીઠ મા બિલ ચૂકવવા માટે આપ્યા હોવાની હકીકત માલૂમ પડતા, ટ્રાફિક ઓફિસ આવેલ તેમના રૂપિયાની ખરાય કરી, તેમને રૂપિયા પરત આપેલ છે. ટ્રાફિક પીએસઆઇ એ.સી. ઝાલા તથા સ્ટાફના હે.કો. ઝવેરગીરી, અશોકભાઈ, મહિલા ટ્રાફિક બ્રિગેડ જયાબેન દ્વારા તેઓનો નંબર મેળવી, તેઓનો સંપર્ક કરી, ટ્રાફિક ઓફિસ બોલાવવામાં આવેલ હતા. તેઓને પોતાના રૂપિયા પરત મળતા, તેઓ દ્વારા જૂનાગઢ પોલીસનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવેલ હતો. ટ્રાફિક બ્રાન્ચ, જૂનાગઢના ટ્રાફીક બ્રિગેડ ધિરેનભાઈ સોલંકી દ્વારા તેઓને પોતાની ફરજ દરમિયાન મળેલ રોકડ રકમ પરત તેના માલિકને સોંપી, એક ઉતમ પ્રકારની પ્રમાણીકતાનું ઉદાહરણ પુરૂ પાડેલ છે. *પોલીસ અધિક્ષક શ્રી સૌરભસિંઘ* દ્વારા ટ્રાફિક બ્રિગેડ ધિરેંભાઈ સોલંકીને પ્રમાણિકતા દાખવવા બદલ અભિનંદન આપવામાં આવેલ હતા …_

💫 _જૂનાગઢ જિલ્લાના *પોલીસ અધિક્ષક શ્રી સૌરભસિંઘ* દ્વારા મદદ કરવાના કારણે , *સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ* નિભાવી, *પોલીસ પ્રજાની મિત્ર છે,* એ સૂત્ર જૂનાગઢ જિલ્લા પોલીસએ સાર્થક કર્યું હતું…_

મહેશ કથીરિયા
બ્યુરો ચીફ જૂનાગઢ

IMG-20200529-WA0076.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *