જૂનાગઢના મહિલા ટ્રાફીક બ્રિગેડ જયાબહેન દ્વારા પોતાની ફરજ દરમિયાન હેન્ડ બેગ અને કિંમતી વસ્તુઓ મળતાં પરત માલિકને સોંપીદેતા પ્રમાણીકતાનું ઉદાહરણ પુરૂ પાડયું હતું
💫 _*જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર દ્વારા* _હાલમાં *કોરોના વાયરસનાં કહેર સામે લોક ડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી* ચાલુ હોઈ, લોકોને બહાર નીકળવા તથા ઘરમાં જ રહેવા જણાવવામાં આવેલ છે, ત્યારે જૂનાગઢ *જિલ્લા પોલીસ વડા શ્રી સૌરભ સિંઘ* દ્વારા પ્રજાની મદદ કરવાની અને તેઓને *લોક ડાઉન દરમિયાન કોઈ કામકાજ સબબ જરૂરિયાતસમયે મદદ કરવા પ્રજા કલ્યાણ તેમજ પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ…_
💫 _આજરોજ શશીકુંજ ત્રણ રસ્તા ખાતે ટી.આર.બી. માં ફરજ બજાવતા જયાબેન અરજણભાઇ રાઠોડ પોતાની ફરજ પર કલાક કલાક ૧૧/૦૦ વાગ્યે હાજર હતા, ત્યારે તેઓને કોઇ મો.સા. ચાલકના કાળા રંગની હેન્ડબેગ પડી ગયેલ. જે તેઓએ લઇ ટ્રાફીક પી.એસ.આઇ. એ.સી.ઝાલાનાને જાણ કરતા, હેન્ડબેગ ચેક કરતા તેમાં રૂ- ૨૫૦૦/- રોકડા તથા એક ટેબ્લેટ તથા વોલેટ અને અગત્યના દસ્તાવેજ હોય, જેના પરથી ખરાઇ કરતા, આ હેન્ડબેગ ઓર્થોપેડીક ડો. મયુરકુમાર વાણીયાનું હોવાનું જણાયેલ હતું. ટ્રાફિક પીએસઆઇ એ.સી. ઝાલા તથા સ્ટાફના હે.કો. ઝવેરગીરી, અશોકભાઈ, મહિલા ટ્રાફિક બ્રિગેડ જયાબેન દ્વારા તેઓનો નંબર મેળવી, તેઓનો સંપર્ક કરી, ટ્રાફિક ઓફિસ બોલાવવામાં આવેલ હતા. તેઓને હેન્ડબેગ બાબતે પૂછપરછ કરવામાં આવતાં, તેઓએ જણાવેલ કે, પોતે પોતાના ટુ-વ્હિલમાં હેન્ડબેગ લટકાવી, પોતાના રહેણાંક મકાન રાધાકુુુુષ્ણ નગર થી નીકળી, પોતાની હોસ્પીટલ જતા હતા, ત્યારે મોટર સાયકલ ઉપરથી શરતચુકથી પડી ગયેલ હતું. જેમાં ટેબ્લેટમાં રહેલા ડેટા ખુબ જ મહત્વનાં અને કિંમતી હોય, ડો.સાહેબને ટ્રાફીક ઓફીસ ખાતે તેઓની હેન્ડબેગ અંગે ખરાઈ કરી, જે તે સ્થીતીમાં રોકડ રૂપીયા તથા ટેબ્લેટ અને ડોકયુમેન્ટ સાથે પરત કરવામાં આવેલ હતું. પોતાની હેન્ડ બેગ સહી સલામત મળી જતા, ટેબ્લેટમાં રહેલ અગત્યનો ડેટા પણ જેમનો તેમ મળી જતા, ડોકટર દ્વારા જૂનાગઢ પોલીસનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવેલ હતો. ટ્રાફિક બ્રાન્ચ, જૂનાગઢના મહિલા ટ્રાફીક બ્રિગેડ જયાબહેન દ્વારા તેઓને પોતાની ફરજ દરમિયાન મળેલ હેન્ડ બેગ અને કિંમતી વસ્તુઓ પરત તેના માલિકને સોંપી, એક ઉતમ પ્રકારની પ્રમાણીકતાનું ઉદાહરણ પુરૂ પાડેલ છે. *પોલીસ અધિક્ષક શ્રી સૌરભસિંઘ* દ્વારા મહિલા ટ્રાફિક બ્રિગેડ જયાબેન ને પ્રમાણિકતા દાખવવા બદલ અભિનંદન આપવામાં આવેલ હતા …_
💫 _જૂનાગઢ જિલ્લાના *પોલીસ અધિક્ષક શ્રી સૌરભસિંઘ* દ્વારા મદદ કરવાના કારણે , *સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ* નિભાવી, *પોલીસ પ્રજાની મિત્ર છે,* એ સૂત્ર જૂનાગઢ જિલ્લા પોલીસએ સાર્થક કર્યું હતું…_
મહેશ કથીરિયા
બ્યુરો ચીફ જૂનાગઢ


