તાજેતરમાં લાઠી તાલુકાના અકાળા ગામે ખેતર મા કામ કરતા પારસબેન રમેશભાઈ સોજીત્રા નું અકસ્માતે વીજળી પડતાં સ્થળ પર જ મોત થતા અમરેલી જીલ્લા ભા.જ.પ.નાં ઉપ પ્રમુખ મયુરભાઈ હિરપરા એ વિજયભાઈ રૂપાણી ને રજુઆત કરતા મુખ્યમંત્રી દ્રારા મુખ્યમંત્રી રાહત ફંડમાથી મૃતકના પિતાશ્રી રમેશભાઈ વલ્લભભાઈ સોજીત્રા ને રૂ. ૪ લાખનો ચેક તા.૨૬-૬ ને શુક્રવારના રોજ મયુરભાઈ હિરપરા નાં હસ્તે સરપંચ ધીરુભાઈ ખુટ, ઘનશ્યામભાઈ સાવલીયા, ભુપતભાઈ મેસુરીયા ની હાજરીમાં અર્પણ કરવામાં આવેલ.અહેવાલ અતુલ શુકલ દામનગર.




