દામનગરમા સીતારામનગરમાં બેઠા નાળા નજીક ગટરની ખુલ્લી જગ્યા કોઈનો ભોગ લે અથવા તો ગંભીર રોગચાળો ફેલાય તેની નગરપાલિકાના સત્તાધીશો જોઈ રહ્યાં છે રાહ !!!??? દામનગર શહેરમાં ભૂગર્ભ ગટર કર્યા પછી તો નબળા કામને કારણે વારંવાર ગટર ઊભરાવી, સમયાંતરે કુંડીનાં ઢાકણા ખોલીને કચરો કાઢવો જેવી મહત્વના કામ થતાં ન હોય લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે.સીતારામનગરમાં નદીના કાંઠે ઘુઘાભાઈ ભુવા નાં ઘરની સામે ઢાળમાં ગટર નો ભાગ ખુલ્લો હોય કુંડી મુકવા અને ત્યાંથી આગળ પાઈપ ફિટ કરવાની ગત દિવાળી પહેલા કરેલ રજૂઆતને ૮ મહિનાથી વધું સમય થયો છતા થઈ જશે જશે એવા ખોખલા જવાબ મળી રહ્યાં હોય કલેકટર ને રજુઆત કરવામાં આવશે તે નક્કી છે.અહેવાલ અતુલ શુકલ




