બાબરા
તા.૨૯/૦૪/૨૦૨૦
ન્યુંજ ટીમ દ્રારા આજે વધુ ૫ ગામો ની મુલાકાત કરવામાં આવી, લોકડાઉન વિસે ની માહીતી મળવી હતી.
(ન્યુંજ ટીમ દ્રારા ઇંગોરાળા, ભિલડી, ભિલા, લુણકી અને હાથીગઢ ગામની મુલાકાત કરવામાં આવી)
સમગ્ર દેશમાં હાલ કોરોના વાયરસ ના કારણે લોકડાઉન છે ત્યારે ગુજરાત માં પણ કોરોના નો કાળો કહેર છે. અને દિવસે ને દિવસે કોરાના ના કેસો માં વધારો થય રહ્યો છે. તંત્ર દ્રારા પણ લોકો ને ઘરો માં જ રહેવા અપીલ કરી રહ્યું છે. ત્યારે અમરેલી જીલ્લા ના બાબરા ની ન્યુંજ ટીમ રાહુલ ડી. પરમાર, હિરેનભાઈ ચૌહાણા, આદિલખાન પઠાણ, હરેશભાઈ ડી. પરમાર અને હાર્દિક ભાઈ તળાવીયા દ્રારા સતત તાલુકા ના ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત કરવા માં આવી રહી છે. અને લોકડાઉન નું કેવું પાલન થય રહ્યું છે તેની માહીતી મેળવવા માં આવી રહી છે.
આજ રોજ અમારી ટીમ દ્રારા બાબરા ના વધુ ચાર ગામોની મુલાકાત કરવા માં આવેલ હતી. જેમાં ઇંગોરાળા, ભિલડી, ભિલા, લુણકી અને હાથીગઢ નો સમાવેશ કરવામાં આવ્યો છે. અહિ સ્થાનિક સરપંચો, ઉપ સરપંચો સહિત આગેવાનો સાથે મુલાકાત કરી ગામ માં લોકડાઉન નું કેવું પાલન થાય છે તેની માહીતી મેળવી હતી. જ્યારે આ ગ્રામ્ય વિસ્તારો માં અમારી ટીમ કવરેજ કરવા પોચી ત્યારે આ તમામ ગામો માં ખુબ જ સારી રીતે લોકડાઉન નું પાલન થતું જોવા મળ્યું હતું. સ્થાનિક લોકો કોઈ કામ વગર ઘરની બહાર નીકળતા નથી અને સરપંચો દ્રારા ગામ લોકો ને અગાઉ થી જ જાણ કરવામાં આવેલી છે કે, જો કોઈ કામ વગર ઘરની બહાર નીકળશે તો તેની વિરૂધ્ધ મા કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવશે.
આ તમામ ગામો માં ખુબ સારી રીતે લોકડાઉન નું પાલન થય રહ્યું છે. અને લોકો પણ ઘરની બહાર નિકળવા નું ટાળી રહ્યા છે. આ તમામ ગ્રામ્ય લોકો તથા આગેવાનો એ અમારી ટીમ નો આભાર માન્યો હતો.
રિપોર્ટર:-
હિરેન ચૌહાણ
બાબરા