*પડધરીની લોટસ સ્કૂલમાં પાંચ હજાર ઔષધીય રોપાનું વાવેતર*
વર્તમાન પરિસ્થિતિ માં કોરોનાની મહામારી થી સમગ્ર વિશ્વ સંઘર્ષ કરી રહિયુ છે તેની સામે રક્ષણ મેળવવા તેમજ લોકોની રોગપ્રતિકારક શક્તિ વધારવા ખાસ કરીને આપણી જૂની ઔષધીય વનસ્પતિ નું બાળકોની અંદર તેની ઓળખ સમજ તેમજ તેનાં ઉપયોગની માહિતીના હેતુ ધ્યાન માં લઇ ગુજરાત ઔષધીય વનસ્પતિ બોર્ડ ગાંધીનગર દ્વારા પડધરીનિ લોટસ સ્કૂલમાં આશરે ૫૦૦૦ થી વધારે ઔષધીય વનસ્પતિ જેવી કે તુલસી, એલોવેરા, નગોવ, અરડૂસી બિલી કરંજ, સવન, સરગવો જેવી વિવિધ પ્રકારની વનસ્પતિ વાવમાં આવી હતી
કાર્યક્રમ શાળામાં ચાર દિવસ સુધી ચાલેલો હતો જેમાં રોપાનું વાવેતર કરી સાથે સાથે જૈવિક ખાતર તેમજ સૌંદર્ય ખાતર નાખવામાં આવ્યું હતું આ કાર્યક્રમ નો ખાસ હેતુ આ વનસ્પતિ ઔષધીય શાળાના વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ અને લોકો ને ઔષધી કોવિડ પરિસ્થિતિમાં વિનામૂલ્યે મળી રહે તેવો હતો
રિપોર્ટર- નિખીલ ભોજાણી


