માંગરોળ
તા.16.12.2020
પત્રકાર સાથે પોલીસકર્મી દ્વારા કરાયેલા ગેરવર્તન બાબતે માંગરોળ પત્રકાર સંઘ દ્વારા DYSP ને આપવામાં આવ્યું આવેદન
જૂનાગઢ જિલ્લાના માંગરોળના પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મિડીયાકર્મીઓએ આવેદન પાઠવી જણાવ્યું હતું કે ગત તા.૧૦ના રોજ શહેરમાં અનેક સામાજીક પ્રવૃતિઓ સાથે સંકળાયેલા અને સ્થાનિક પોલીસની કામગીરીમાં અવારનવાર મદદરૂપ બનતા પત્રકાર એવા નિતિનભાઈ પરમાર કે જેઓ તેમના પરિવાર સાથે પોરબંદર ખાતે લગ્નપ્રસંગમાં જતા હતા. એ સમયે પોરબંદર જિલ્લાની નવીબંદર ચેકપોસ્ટ પર બે GRD જવાન સાથે સાદા ડ્રેસમાં રહેલા ASIએ તોછડાઈભર્યુ વર્તન કર્યુ હતું. પત્રકારે પોતાની ઓળખ આપવા છતાં પણ પોલીસકર્મીએ ગેરવર્તન ચાલુ રાખી માંગરોળના પત્રકાર નીતિનભાઈ પરમાર પાસેથી આઈકાર્ડ અને મોબાઈલ ફોન પણ ઝુંટવી લીધા હતા. ત્યારબાદ કારને પોલીસ સ્ટેશન લઈ જઈ જાહેરનામાના ભંગનો ગુનો દાખલ કર્યો હતો. આટલેથી ન અટકતા પત્રકાર અઠંગ ગુનેગાર હોય તેમ પત્રકાર નીતિનભાઈ પરમારને લોકઅપમાં ધકેલી દીધા હતા. જો કે ત્યારબાદ PSI આવતા, સમગ્ર ઘટનાક્રમથી વાકેફ થતા તેઓનો છુટકારો થયો હતો.જાણવા મળતી માહિતી મુજબ પત્રકાર સાથે બેહુદુ વર્તન કરનાર પોલીસકર્મી છેલ્લા અમુક દિવસથી કુતિયાણા પોલીસ સ્ટેશનમાંથી બદલી થઈ આવ્યા હોવાનું અને રોફમાં આવી જઈ અવારનવાર લોકોને ધમકાવતા હોવાનું તથા ઉપરી અધિકારીને પણ ગાંઠતા ન હોવાનું જણાવ્યું છે
પોલીસ અને પત્રકાર એક સિક્કાની બે બાજુ હોય, ત્યારે આવું ગેરવ્યાજબી વર્તન કોઈ કાળે ચલાવી ન શકાય, સમગ્ર બનાવની સીસીટીવી ફૂટેજ ચેક કરી યોગ્ય તપાસ કરી જવાબદારો સામે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવા આઈ.જી., મરીન DYSP સહિતના અધિકારીઓ સમક્ષ માંગણી કરાઈ છે.
રિપોર્ટ
અનિષ ગૌદાણા
જૂનાગઢ બ્યુરોચિફ




