Uncategorized

પ્રેસ નોટ તા.૨૫/૦૩/૨૦૨૦* * મહામારી કોરોના વાયરસ COVID-19 નો ફેલાવો થતો અટકાવવા માટે વહિવટી તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે કડક પગલાઓ લેવામાં આ

*પ્રેસ નોટ તા.૨૫/૦૩/૨૦૨૦*
* મહામારી કોરોના વાયરસ COVID-19 નો ફેલાવો થતો અટકાવવા માટે વહિવટી તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે કડક પગલાઓ લેવામાં આવે છે ત્યારે વહિવટી તંત્રની સુચનાઓની અવગણના કરી ચોરી ચુપીથી પાન મસાલા તેમજ ઠંડા પીણાનું વેચાણ કરી માણસો ભેગા કરી તેમજ બહારના જીલ્લા માંથી ચોરી ચુપીથી અમરેલીમાં પ્રવેશ કરતા ઇસમો વિરૂદ્ધ અલગ અલગ ૦૪ ગુન્હાઓ દાખલ કરી કુલ ૧૪ ઇસમો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરતી અમરેલી સીટી પોલીસ*
* Government of India Ministry Of Health & Family Welfare Directorate General of Health Services (EMR Division Guidelines For Home Quarantine) તેમજ મ્હે.કલેક્ટર સાહેબ અમરેલીનાઓ દ્વારા કોરોના વાયરસ COVID-19 નાં ફેલાવાની પરીસ્થિતીને ધ્યાને લઇ અલગ અલગ જાહેરનામાઓ પ્રસિધ્ધ કરવામાં આવેલ હોય જે જાહેરનામાનો કડક અમલ થાય તે માટે મ્હે.પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષકશ્રી એમ.એસ.રાણા સાહેબનાઓએ સદરહું જાહેરનામાનો કડકપણે અમલ કરાવવા સુચના કરેલ હોય જે અનુસંધાને અમરેલી સીટી પો.સ્ટે.ના પો.ઇન્સ. વી.આર.ખેર સા.ની રાહબરી નીચે અમરેલી સીટી પોલીસના હેડ કોન્સ. બી.એમ.વાળા તથા પો.કોન્સ. પૃથ્વીરાજસિંહ પરમાર તથા હિરેનસિંહ ખેર તથા આરીફખા ભોજવાણી નાઓ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન (૧) અમરેલી સીવીલ હોસ્પીટલ સામે આવેલ તુલસી પાર્લરના માલીક ચોરી ચુપીથી પોતાની દુકાન ખુલ્લી રાખી માણસો ભેગા કરી પાન મસાલા, સીગારેટ, ઠંડાપીણાનું વેચાણ કરતા મળી આવેલ એક ઇસમ તેમજ (૨) અમરેલી ગજેરાપરા જય હિન્દ ટોકિઝ સામે ધાનાણી શેરીમા કરિયાણાની દુકાન ખુલ્લી રાખી કોઇ પણ જાતના નિયમો વગર માણસોને ભેગા કરી માનવ જીંદગીને જોખમમાં મુકતા એક ઇસમ તેમજ (૩) અમરેલી જીલ્લામાં જીવન જરૂરીયાતની આવશ્યક ચીજવસ્તુઓનું વહન કરતા વાહનો સિવાય અન્ય તમામ વાહનો માટે પ્રવેશબંધી ફરમાવેલ હોય તેમ છતા ચોરી ચુપીથી સુરત ખાતેથી નીકળી અમરેલીમાં પ્રવેશ કરતા (i) બોલેરો પીકઅપ રજી.નં. GJ-05-BV-7525 ના ચાલક તથા તેમાં બેસેલ પાંચ માણસો તથા (ii) બોલેરો પીકઅપ રજી.નં. GJ-03-BV-0142ના ચાલકો તથા તેમા બેસેલ પાંચ માણસો મળી કુલ-૧૪ ઇસમોએ અમરેલી જીલ્લામાં બહાર પાડેલ જાહેરનામાં નો ભંગ કરેલ હોય તેઓના વિરૂદ્ધમાં અલગ અલગ ૦૪ ગુન્હાઓ અમરેલી સીટી પો.સ્ટે.માં ધી એપેડેમીક એક્ટ ૧૮૯૭ ની કલમ ૩ મુજબ તથા IPC કલમ ૨૬૯, ૨૭૦,૧૮૮ મુજબ દાખલ કરી ધોરણસર કાર્યવાહી કરેલ છે.
*પકડાયેલ ઇસમ:-*
(૧) સોહીલખાન અયુબખાન પઠાણ (૨) છગનભાઇ ધનજીભાઇ લાઠીયા (૩) સુલતાનભાઇ અજીતભાઇ વારૈયા (૪) લાલાભાઇ મનુભાઇ બાંભણીયા (૫) વિરાભાઇ મેરૂભાઇ ગોહિલ (૬) કીરીટભાઇ કાળુભાઇ ચૌહાણ (૭) ધીરૂભાઇ બચુભાઇ બારૈયા (૮) રવજીભાઇ લખમણભાઇ ગોહિલ (૯) મુકેશભાઇ પુનાભાઇ જાદવ (૧૦) હસુભાઇ મેઘાભાઇ ગોહિલ (૧૧) અશ્વિનભાઇ ભાણાભાઇ ચૌહાણ (૧૨) જીતુભાઇ ભગવાનભાઇ સોલંકી (૧૩) ભાવેશભાઇ હસુભાઇ ગોહિલ (૧૪) માનભાઇ ઉર્ફે માનસિંહ અરજણભાઇ ખસીયા

રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

IMG-20200327-WA0012.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *