Uncategorized

ફળ અને શાકભાજીના વેચાણકારોને વિનામુલ્યે છત્રી/શેડ કવર આપવાની યોજનાનો લાભ લેવા જોગ*

*ફળ અને શાકભાજીના વેચાણકારોને વિનામુલ્યે છત્રી/શેડ કવર આપવાની યોજનાનો લાભ લેવા જોગ*

અમરેલી, તા: ૧૫ જુલાઈ ૨૦૨૦

ફળ, શાકભાજી, ફુલપાકોનું રોડ સાઇડ વેચાણ કરતા લારીવાળા કે ફેરિયાઓને બાગાયત ખાતા દ્વારા વિના મૂલ્ય છત્રી નું વિતરણ કરવામાં આવશે. આ યોજના હેઠળ કુટુંબ દીઠ પુખ્ત વયની એક વ્યક્તિને છત્રી મળવાપાત્ર રહેશે. લાભ લેવા ઇચ્છતા લાભાર્થીઓએ i-khedut પોર્ટલ ઉપર http://ikhedut.gujarat.gov.in ઓનલાઇન અરજી કરી તેની નકલ તથા જરૂરી સાધનિક પુરાવા જેવા કે રેશનકાર્ડની નકલ, આધાર કાર્ડની નકલ તથા જે તે સેજાના ગ્રામ સેવકનો ફળ/શાકભાજી/ફુલ કે નાશવંત કૃષિ પેદાશોનું છૂટક વેચાણ કરતા હોવા અંગેના દાખલા સહિતની અરજી સંબંધિત જિલ્લા નાયબ બાગાયત નિયામકની કરવાની રહેશે. કચેરી ખાતે રજુ કરવાની રહેશે. આ અંગે વધુ માહિતી માટે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, અમરેલીના ફોન નં. ૦૨૭૯૨-૨૨૩૮૪૪ ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

જિલ્લા માહિતી કચેરી – અમરેલી
સુમિત ગોહિલ

રિપોર્ટ   : રસિક વેગડા (મોટીકુકાવાવ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *