બગસરામાં ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ની જાહેર સભા
બગસરા ધારી વિધાનસભા ચૂંટણી અંતર્ગત બગસરામાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની જાહેર સભા આ સભામાં બગસરા ધારી વિધાનસભા સીટના ઉમેદવાર જેવી કાકડિયા ગુજરાત ભાજપ પક્ષ પ્રમુખ સી આર પાટીલ પુરવઠા પ્રધાન જયેશ રાદડિયા હકુભા જાડેજા તેમજ ગુજરાત ભાજપના અગ્રણી નેતાઓ હાજર રહી મંચ પરથી લોકોને બગસરા ધારી વિધાનસભા સીટના ઉમેદવાર જેવી કાકડિયા ને જંગી બહુમતીથી જીતાડવા અપીલ કરી હતી ત્યારે આ તકે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ભાજપ સરકારે કરેલા કામના લેખાજોખા લોકો સામે રજૂ કર્યા હતા તેમજ લોકોને ભાજપને મત આપવા માટે જાહેર અપીલ કરી હતી તેમજ આ જાહેર સભામાં બગસરા શહેર તેમજ સમગ્ર તાલુકાના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા
બાઈટ… વિજયભાઈ રૂપાણી
ગુજરાત મુખ્યમંત્રી
રિપોર્ટર…… ઈમ્તિયાઝ સૈયદ સાથે રાજૂ જોગી બગસરા




