બાબરા
તા.૨૨/૦૫/૨૦૨૦
બાબરા જી.ઈ.બી. ઓફિસ ને સેનેટાઈઝેશન મશીન અર્પણ કરવામાં આવ્યું નીલકંઠ ડેવલપર્સ દ્વારા
(આગેવાનો તથા જી.ઈ.બી. ના કર્મચારીઓ હાજર રહ્યા હતા)
સમગ્ર વિશ્વ માં કોરોના વાયરસની મહામારી છે અને લોકો માં કોરોના નો ડર છે. ત્યારે આજ રોજ નીલકંઠ ડેવલપર્સ બાબરા દ્રારા બાબરા ની જી.ઈ.બી. ઓફિસ ને એક સેનેટાઈઝેશન મશીન અર્પણ કરવામાં આવ્યું છે. હાલ ની કોરોના ની મહામારી ના આવા કપરા સમયમાં લોકો સાવચેતી ના અનેક પગલાંઓ લઈ રહ્યા છે તેના અનુસંધાને સેનેટાઈઝેશન થવું પણ જરૂરી છે જે આપણે સૌ જાણીએ છીએ. તો આવા માનવ સેવા ના હેતું ને ધ્યાનમાં રાખી ને સ્વામીનારાયણ નાગર નિલકંઠ ડેવલપર્સ દ્રારા આ મશીન બાબરા જી.ઈ.બી. ઓફિસ માટે આપવામાં આવેલ છે.
આ તકે જી.ઈ.બી. ના ડેપ્યુટી એન્જીનીયર શ્રી ઠેસીયા સાહેબ અને જી.ઈ.બી. સ્ટાફ તથા નીલકંઠ ડેવલપર્સ ના રામભાઈ હુદડ, ગોપાલભાઈ બારૈયા, સલિમભાઈ ગાંગાણી, શોકતભાઈ ગાંગાણી, સહિત આગેવાનો હાજર રહ્યા હતા.
રિપોર્ટર:-
હિરેન ચૌહાણ
બાબરા




