બાબરા તાલુકા ના દરેડ ગામમાં સરપંચ તથા ગ્રામ જનો દ્વારા બીજા જીલ્લા ને જોડતા માર્ગો બંધ કરવામાં આવ્યા.
(બાબરા ના દરેડ ગામના સરપંચે સરહદ માર્ગ પર ઊંચો પાળો અને કાંટાળી વાડ પણ લગાવી દિધી.)
સમગ્ર વિશ્વ માં હાહાકાર મચાવનાર કોરોના અમરેલી જીલ્લા ની પાડોશમાં આવેલ રાજકોટ, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ માં દેખા દેતા જીલ્લા મેજીસ્ટ્રેટ આયુષ ઓક અમરેલી જીલ્લા માં કોરોના નો કહેર ન ફેલાઈ તે માટે જીલ્લા ની બહાર જતાં કે અંદર આવતા તમામ માર્ગો ને સીલ કરી દીધા છે.
અમરેલી જીલ્લા માં કોરોના સંક્રમણ નો એક પણ કેસ ન હોવા છતા પણ જીલ્લા મેજીસ્ટ્રેટ આયુષ ઓક અને પોલિસ અધિક્ષક નિર્લિપ્ત રાય કોઈ કચાશ છોડવા માગતા નથી.
આ ભાગરૂપે બાબરા ના દરેડ ગામ થી જીલ્લા બહાર ના લોકો અમરેલી જીલ્લા માં પ્રવેશ કરતા હોય છે. તેથી દરેડ ના જાગૃત સરપંચ વનરાજભાઈ વાળા દ્રારા ગામની બહાર બોર્ડર બનાવવામાં આવેલ છે. જેથી જીલ્લા બહાર થી કોઈ માણસ અમરેલી જીલ્લા માં પ્રવેશ ના કરી શકે. બહાર ના જીલ્લા ને જોડતા માર્ગો પર ઊંચા પાળા બનાવી તો ક્યાક બાવળના કાંટા નાખી વાડ બનાવી માર્ગો બંધ કરી દેવામાં આવ્યા છે. તેમજ ગામના યુવાનો ની એક ટીમ બનાવી દરેડ ગામના બસ સ્ટેશ માં તૈનાત રાખવામાં આવેલ છે. કોઈ પણ ગામ ની બહાર જરુરી કામકાજ માટે જાઈ તો તેનું નામ ફરજીયાત નોંધવામાં આવે છે.
દરેડ માંથી અન્ય જીલ્લાઓ ને જોડતી માર્ગો છે. ત્યારે ગામના સરપંચ વનરાજભાઈ વાળા દ્રારા માર્ગ બંધ કરવા નો નિર્ણય લેવા માં આવ્યો છે.
રિપોર્ટર:-
હિરેન ચૌહાણ
બાબરા