*બાબરા માં વાડી વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા ૮ પતાપ્રેમીઓ ને રુ.૨.૭૩.૯૦૦ ના મુદામાલ સાથે ઝડપી પાડ્યા.*
(બાતમી આધારે બાબરા પોલિસે દરોડો પાડ્યો, વાડી માલીક સહીત જુગાર રમતા ઈસમો ને ઝડપી પાડ્યા)
બાબરા જુના ચમારડી ના રસ્તે બાબરા ટાઉન ની ગાંગડીયો સીમના નામે ઓળખાતી સીમમાં બાબરા કરટીયાનગર માં રહેતા કિશોરભાઈ ઉર્ફ. કેશરી વશરામભાઈ રાછડીયા નામનો વ્યક્તી પોતાની વાડીએ આવેલ મકાનમાં પોતાના આર્થિક ફાયદા માટે બહારથી માણસો બોલાવી તીન પતીનો પૈસા ની હાર જીત નો જુગાર રમાડે છે તેવી હક્કીત બાતમી પોલિસ ને મળેલ હતી. તે બાતમી આધારે પોલિસે જુગારધામ પર દરોડો પાડ્યો હતો.
જ્યારે પોલિસે દરોડો પાડ્યો ત્યારે જુગાર રમતા (૧) કિશોરભાઈ ઉર્ફે. કેસરી વશરામભાઈ રાછડીયા રહે. ખંભાળા તા.બાબરા (૨) પ્રતાપભાઈ નનકુભાઈ વાળા રહે. બાબરા (૩) રવુભાઈ ઉર્ફે. રણુભાઈ દેહાભાઈ ધાધલ રહે. બાબરા (૪) બાબુભાઈ બેચરભાઈ કાવઠીયા રહે. વલારડી તા.બાબરા (૫) શંભુભાઈ પ્રેમજીભાઈ મકવાણા રહે. બાબરા (૬) જતીનભાઈ ઉર્ફે. જીત ગોરધનભાઈ ખોખરીયા રહે. અમરાપુરા તા. બાબરા (૭) પંકજભાઈ બાબુભાઈ કાવઠીયા રહે. વલારડી તા.બાબરા (૮૦) હરેશભાઈ ઉર્ફે લાલાભાઈ ધનજીભાઈ સિધ્ધપુરા રહે. ખાખરીયા તા.બાબરા ને કુલ રોકડ રૂ. ૧૦.૩૪૦૦ તથા મોબાઈલ ફોન નંગ. ૮ કિંમત રૂ.૩૫.૫૦૦ તથા મોટરસાયકલ નંગ.૫ કિંમત રૂ.૧.૩૫૦૦૦ મળી કુલ રૂ. ૨.૭૩.૯૦૦ તથા ગંજી પતા ના પાના નંગ.૫૨ ના મુદામાલ સાથે ઝડપી પાડેલ છે. હાલ આ તમામ આરોપીઓ સામે બાબરા પોલિસ માં કેસ નોંધી કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
રિપોર્ટર : આદીલખાન પઠાણ


