*મગફળીના પાક વખતે જમીનમાં લોહતત્વ કે જસતની ઉણપ અંગે કેટલાક સૂચનો*
*ઉણપ હોય તો પાન સહીત છોડ પીળો પડે છે*
અમરેલી, તા: ૧ જુલાઈ ૨૦૨૦
મગફળી પાકમાં જમીનમાં લોહતત્વની ઊણપ હોય ત્યારે છોડના કુમળા પાન પીળા પડે છે, ધોરી નસ લીલી રહે છે અને વિકટ પરિસ્થિતિમાં પાન કાગળ જેવા સફેદ થઈ જાય અને સમગ્ર છોડવો પડે છે. આ પ્રકારની પીળાશ જોવા મળે ત્યારે ૧૦૦ ગ્રામ ફેરસ સલ્ફેટ (હીરાક્સી) ની સાથે ૧૦ ગ્રામ સાઈટ્રિક એસિડ (લીંબુના ફૂલ) ૧૦ લીટર પાણીમાં ઓગાળી મગફળીના વિકાસ અને પીળાશના પ્રમાણમાં દસ દિવસના અંતરે ૨ થી ૩ છંટકાવ ઉભા પાકમાં કરવા.
જો નાના છોડના અગ્રભાગમાં પાન પીળા પડે, પાન નાના અને સાંકળા રહે, પાન પર તપખીરિયા રતાશ પડતા છૂટા છવાયા ડાઘા પડે જે તત્વની ઉણપ જમીનમાં ઉણપ દર્શાવે છે. આ માટે એક પાત્રમાં ૫૦ ગ્રામ ઝીંક સલ્ફેટ એક લીટર પાણીમાં અને બીજા પાત્રમાં ૨૫ ગ્રામ જુનો એક લીટર પાણીમાં એક રાત મૂકી રાખવા સવારે ચૂનાના નીતર્યા પાણીમાં ચુનો નીચે બેસી રહે તે રીતે ચુનાનું નિતર્યું પાણી એકઠું કરવું તેમાં ઝીંક સલ્ફેટનું ઓગાળેલ દ્રાવણ ઉમેરી છેલ્લે તેમાં પાણી ઉમેરી ૧૦ લીટર દ્રાવણ બનાવવું અને દસ દિવસના અંતરે ૨ થી ૩ છંટકાવ કરવા.
આ અંગે વધુ જાણકારી માટે આપના વિસ્તારના ગ્રામ સેવક/ વિસ્તરણ અધિકારી/ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર/ તાલુકા અમલીકરણ અધિકારી/ જિલ્લા ખેતીવાડી અધિકારી/ નાયબ ખેતી નિયામક (વિ.)/ નાયબ ખેતી નિયામક (તા.) અથવા કિસાન કોલ સેન્ટરના ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૧૮૦ ૧૫૫૧ ઉપર સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારી અમરેલીની યાદીમાં જણાવાયું છે.
જિલ્લા માહિતી કચેરી – અમરેલી
/ સુમિત ગોહિલ
રિપોર્ટ : વેગડા (મોટીકુકાવાવ)
જાહેરખબર, અવસાન નોંધ તેમજ પ્રેસનોટ આપવા માટે આપેલ નંબર પર ક્લિક કરો.મો. 9426555756
