*મત વિભાગની બહાર આવેલી કચેરીઓના કર્મીને મતદાન કરવા જવાની પરવાનગી અપાશે*
અમરેલી, તા: ૨ નવેમ્બર ૨૦૨૦
૯૪-ધારી વિધાનસભા પેટાચૂંટણી અંતર્ગત આવતીકાલે ૩-૧૧-૨૦૨૦ ના રોજ મતદાન યોજાનાર છે. વટાઉખત અધિનિયમ ૧૮૮૧ ની જોગવાઈ અન્વયે જાહેર રજા તરીકે જાહેર કરવામાં આવે છે. ધારી વિધાનસભા મત વિસ્તારમાં મત આપવાનો અધિકાર ધરાવતા કેટલાક મતદારોની કચેરીઓ કે કામ કરવાની જગ્યા તેમના મત વિભાગના વિસ્તારની બહાર આવેલી હોય તો તે વિસ્તાર બહાર આવેલા કચેરીઓ કે કામ કરવાની જગ્યાએ આ જાહેર કરેલી રજા લાગુ પડશે નહિં. પરતું આવા મતદારો પણ પોતાના મતદાનના અધિકારનો ઉપયોગ કરી શકે તે માટે જે સરકારી/પંચાયત/ સ્થાનિક સત્તા મંડળના કર્મીઓની કચેરીઓ કે પોતાની કામ કરવાની જગ્યા મતવિભાગના વિસ્તાર બહાર આવી હોય તો તેવા કર્મચારીઓ લેખિતમાં માંગણી કરે તો જાહેર હિતને બાધ ન આવે તે બાબતને લક્ષમાં રાખીને કચેરીમાં મોડા આવવાની અથવા વહેલા કચેરી છોડવાની પરવાનગી આપવા અથવા અડધા દિવસની ખાસ પરચુરણ રજા મંજુર કરવાની કાર્યવાહી હાથ ધરવાની રહેશે.
જિલ્લા માહિતી કચેરી – અમરેલી
સુમિત ગોહિલ
રિપોર્ટ : રસિક વેગડા (મોટીકુકાવાવ)
