Uncategorized

માંગરોળ તાલુકાનાં ગીજરમ ગામે રહેતાં માધુલાલ ભાગુરામ ગુર્જરને ધધા ની જૂની અદાવતમાં સીલુડી ગામે રહેતાં ગોપાલલાલ ભોમારામ ગુર્જરે

માંગરોળ તાલુકાનાં ગીજરમ ગામે રહેતાં માધુલાલ ભાગુરામ ગુર્જરને ધધા ની જૂની અદાવતમાં સીલુડી ગામે રહેતાં ગોપાલલાલ ભોમારામ ગુર્જરે માર મારતાં, આ બનાવ પ્રશ્ને માંગરોળ પોલીસ મથકે ભોગબનનારે ફરિયાદ આપતાં, પોલીસે FIR દાખલ કરી,આરોપીને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. માંગરોળ તાલુકાનાં ગીજરમ ગામે રહેતાં માધુલાલ ભાગુરામ ગુર્જર તથા વાલીયા તાલુકાનાં સીલુડી ગામે રહેતાં ગોપાલલાલ ભોમારામ ગુર્જર વચ્ચે છેલ્લા આઠેક માસથી ધધા પ્રશ્ને અદાવત હતી.

ગઈ કાલે તારીખ ૨૮ મી ડિસેમ્બરની રાત્રી દરમિયાન મોસાલી ગામે આવેલા રામદેવ ગોળ ફાર્મ ખાતે માધુલાલ પોતાની ઇકો ગાડી લઈ ગોળ લેવા ગયા હતા.તે સમયે ત્યાં ગોપાલલાલ પણ પોતાની ક્રિટા ગાડી લઈને આવેલા હતા.આ વખતે ગોપાલલાલે કઈ પણ કહ્યા વીનાં માધુલાલને ધધા ની જૂની અદાવત પ્રશ્ને માધુલાલ ની ઉપર તૂટી પડી માર માર્યો હતો.આ બનાવ પ્રશ્ને આજે તારીખ ૨૯ મી ડિસેમ્બરનાં રોજ માધુલાલે આ બનાવ પ્રશ્ને માંગરોળ, પોલીસ મથકે ફરિયાદ આપતાં, માંગરોળ પોલીસે ગોપાલલાલ સામે FIR દાખલ કરી, ગોપાલલાલને વોન્ટેડ જાહેર કરી,આ ગુનાની વધુ તપાસ તૃષિતભાઈ મનસુખભાઇ ચલાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *