માંગરોળ
તા.13.7.2019
માંગરોળ ના શ્રી મુરલીધર વાડી ખાતે રક્તદાન કેમ્પ યોજાયો
કદાચ તમે પહેલા ક્યારેય એ વાત પર ધ્યાન નહીં આપ્યું હોય કે તમારા લોહીના થોડા ટીપા પણ કોઈને જીવન બક્ષી શકે છે દર બીજી સેકન્ડે દુનિયાભરમાં કોઈને કોઈ જિંદગી મોતની સામે ઝઝુમતી રહે છે આવામાં તમારું લોહી કોઈને જીવતદાન આપી શકે છે આવુજ અનેરું કાર્ય જુનાગઢ જિલ્લાના માંગરોળ માં આવેલ શ્રી સંજીવની નેચર ફાઉન્ડેશન દ્વારા “રક્તદાન કેમ્પ” યોજી આ સત્કાર્ય કરવામાં આવ્યું
કાર્યક્રમ ની શરૂઆત ભારતીય પરંપરા મુજબ દીપ પ્રાગટય દ્વારા કરવામાં આવેલ
રક્તદાન કેમ્પમાં આવેલા મહેમાનોનું શબ્દોથી સ્વાગત જાણીતા ઉદઘોસક રમેશભાઇ જોશી દ્વારા કરવામાં આવેલ
ત્યારબાદ જૂનાગઢ જીલાના લોકલાડીલા અને યુવા સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા દ્વારા રક્ત દાન કરી રક્તદાન કેમ્પ ની શરૂઆત કરવામાં આવી હતી
માંગરોળખાતે સંજીવની નેચર ફાઉન્ડેશન દ્વારા યોજવામાં આવેલા આ ” રક્તદાન કેમ્પ ” માં
સિવિલ હોસ્પિટલ જૂનાગઢ ના ડો. ઉમેશ ડાંગર કે જેઓ સતિષભાઈ ફળદુ,સોહિલભાઈ જેઠવા,રામ ડાઈબહેન,મનીષભાઈ મહેતા,ઝહુરખા રહીમખા સહિતની ટિમ સાથે આ કેમ્પ માં ઉપસ્થિત રહ્યા હતા
સિવિલ હોસ્પિટલ જૂનાગઢ ના સહયોગથી યોજાયેલ આ ” રક્તદાન કેમ્પ ” માં માં.સ.ભા.પ્ર. લીનેશભાઈ સોમૈયા,જાઇન્ટ્સ ગ્રુપ ઓફ માંગરોળ ના. ડી.એ.અનિષભાઈ ગૌદાણા,કેતનભાઈ નારસાણા,જી.કે.રબારી.સુરજભાણ ખાચર,અલ્પેશભાઈ ખીલોસિયા, વિ.હી.પ.પ્ર. પ્રકાશભાઈ લાલવાની પરેશભાઈ સોમૈયા સહિતના એ રક્ત દાન કરી રક્તદાન રૂપી મહાદાન કર્યું હતું
આ સાથેજ આ ” રક્તદાન કેમ્પ ” મા 111 બોટલ રક્ત શ્રી સંજીવની નેચર ફાઉન્ડેશન,જાઇન્ટ્સ ગ્રુપ ઓફ માંગરોળ તેમજ શિવમ ચક્ષુદાન સલાહ કેન્દ્ર આરેણા ના માધ્યમ દ્વારા રક્તદાન રૂપી અવમૂલ્ય મહાદાન કરવામાં આવ્યું હતું
આ રક્તદાન કેમ્પ માં હર્ષ કેતનભાઈ નરશાણા તેમજ દીપ ભાવેશભાઈ કોટડીયા એમ બે બાળકો દ્વારા પ્રથમ વખત રક્તદાન કરવામાં આવ્યું હતું તો સાથે સાથે બહેનો દ્વારા પણ રક્ત દાન કરવામાં આવ્યું હતું
લોકોની સેવા માટે સતત અને સતત નિસ્વાર્થ ભાવથી દોડતા રહેતા અને નિસ્વાર્થ સેવા ઓ આપતા આ સેવાભાવી વ્યક્તિ કે જેમના દ્વારા અનેક સત્કાર્યો થઈ રહ્યા છે તેમજ જેઓનું નામ દૂર દૂર સુધી સાંભળવા માં આવે છે અને લોકો દ્વારા હર હમેશ કોઈ પણ સેવા કાર્ય માં સહુ પ્રથમ જ જેમનું નામ લેવામાં આવતું હોય છે એવા શ્રી સંજીવની નેચર ફાઉન્ડેશન ના પ્રમુખ કે જેઓ પોતે પણ રકદાન સહિતની વિવિધ પ્રવૃત્તિ ઓ સાથે સંકળાયલા નરેશગીરી ગૌસ્વામી,જાઇન્ટ્સ ગ્રુપ ના માંગરોળ ના પ્રમુખ નિલેશભાઈ રાજપરા તેમજ શિવમ ચક્ષુદાન સલાહ કેન્દ્ર ના આરેણા થી નાથાભાઈ દ્વારા આ “રક્તદાન કેમ્પ” નું સુંદર માર્ગદર્શન તેમજ સંચાલન કરવામાં આવ્યુ હતુ.
અ રક્ત દાન કેમ્પમાં ખાસ ઉપસ્થિત એવા મામલતદાર શ્રી બેલડીયા સાહેબ,શહેરી આરોગ્ય કેન્દ્ર ના ડો.ડાભી સાહેબ,પૂ.ધારાસભ્ય ભગવાનજી ભાઈ કરગઠિયા,વેલજીભાઈ મસાણી,જી.પ્ર. સેજાભાઈ,મેરામણભાઈ યાદવ, ચેતનભાઈ કગરાણા,વિજભાઈ યાદવ, રામજીભાઈ ચુડાસમા,જેઠાભાઇ ચુડાસમા,સુદાભાઈ કોડિયાતર,માં.સ.ભા. પ્રમુખ લીનેશભાઈ સોમૈયા,મંથનભાઈ ડાભી,મનસુખભાઈ વૈષ્ણવ, હરીશભાઈ રૂપારેલીયા,પ્રફુલભાઈ નાંદોલા,મહેશભાઈ મેરવાના,દાનાભાઈ ખાંભલા સહિત ના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા
એક અંદાજ મુજબ ભારતમાં દર વર્ષે આશરે પાંચ કરોડ બોટલ લોહી ની જરૂરિયાત ઉભી થાય છે જે દિવસે ને દિવસે વધી રહી છે પરંતુ તેની સામે માત્ર 80 લાખ બોટલ લોહી રકતદાતાઓ દ્વારા મળી રહે છે આ પરથી કહી શકાય કે આપણા ભારત દેશમાં લોહીની ખૂબ જ અછત રહેલી છે અને રક્તદાનની જાગૃતિ ફેલાવવાની તાતી જરૂરિયાત છે લોહી નો બીજો કોઈ વિકલ્પ ના હોવાથી આપણું રક્તદાન એ બીજા કોઈના જીવન માટે વરદાન બની જાય છે દર વર્ષે દેશમાં અંદાજે ૧૦ લાખ લોકો કેન્સર જેવી ગંભીર બીમારી ના ભોગ બને છે જેના કારણે પણ લોહીની માંગમાં સતત વધારો થતો જાય છે
સમાજમાં કોઈ વિશિષ્ટ દિવસ જન્મદિવસ પુણ્યતિથિ અથવા પ્રસંગોની ઉજવણી પણ રક્તદાન શિબિર દ્વારા કરવાનું ચલણ વધ્યું છે જે પણ ખૂબ જ આવકાર્ય છે અને આવી રીતે સૌના સહિયારા પ્રયાસો દ્વારા રક્તદાન કરી કોઈની મહામૂલી જિંદગી બચાવવા ના જે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જે ખરેખર ખૂબ જ પ્રશંસનીય છે
રક્તદાન કોણ કરી શકે ??
રક્તદાન કરનારી વ્યક્તિની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ, રક્તદાન માટે એ જ લોકો યોગ્ય હોઈ છે કે જેમનું વજન ૪૫ કિલો કરતાં વધુ હોય, એનિમિયાગ્રસ્ત મહિલાઓ કે બાળકોને આ સ્તનપાન કરાવતી મહિલાઓ રક્તદાન નથી કરી શકતી, જો તમે ન રક્તદાન કરવા છતાં ના 48 કલાક પહેલા આલ્કોહોલનું સેવન કર્યું છે તો તમે રક્તદાન નથી કરી શકતા, રક્તદાન કરનારી વ્યક્તિના હિમોગ્લોબીન નું સ્તર ૧૨ ટકા કરતાં વધુ હોવું જોઈએ, એક વખત રક્તદાન કર્યા બાદ ત્રણ માસ બાદ ના સમય ગાળા બાદ રક્તદાન કરી શકો છો
શિવમ ચક્ષુદાન સલાહ કેન્દ્ર ના માધ્યમ દ્વારા વી.એચ.પી.જિલ્લા પ્રમુખ વિનુભાઈ મેસવાણિયા તેમજ મનસુખભાઈ વૈષ્ણવ
દ્વારા ચક્ષુદાન માટેના સંકલ્પ પત્રો ભરવામાં આવ્યા હતા
માં.શ.ભા.પ્ર. લીનેશભાઈ સોમૈયા દ્વારા N95 માસ્ક નું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ જેઠાલાલ લવચંદ શાહ તરફથી દરેક રક્ત દાતાને સ્મૃતિ રૂપે 2 બુક આપવામાં આવેલ સાથે સાથે સંજીવની નેચર ફાઉન્ડેશન તરફથી 200 પાણીના કુંડા તેમજ 500 ચકલીના માળા નું વિતરણ કરવામાં આવ્યૂ હતું તેમજ જાઇન્ટ્સ ગ્રુપ ઓફ માંગરોળ તરફથી દરેક રક્ત દાતા ઓને સ્મૃતિ રૂપે પેન આપવામાં આવેલ
શિવમ ચક્ષુદાન સલાહ કેન્દ્ર આરેણા દ્વારા આરોગ્યવર્ધક ખાસ ઉકાળા ની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી
હાલમાં ચાલી રહેલી પરિસ્થિતિમાં થેલેસેમિક ગ્રસ્ત બાળકોને બ્લડ ની જરૂરિયાત હોઈ તેમજ આવા કુમળા બાળકોનું જીવન જ બ્લડ આધારિત જ નિર્ભર રહેતું હોયછે ત્યારે આવા બાળકોને ટાઈમે બ્લડ ન મળવાના કારણે ખુબજ મુશ્કેલીઓ નો સામનો ન કરવો પડે એવા ખુબજ ઉમદા આશય સાથે આ રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું
માંગરોળ જાઇન્ટ્સ ગ્રુપ ના ગુણવંતભાઈ સુખાનંદી યુનિટ ડાયરેક્ટર, નિલેશ ભાઈ રાજપરા, પ્રમુખ, અનિશભાઇ ગૌદાણા ડી. એ., પંકજભાઈ રાજપરા, આઇ.પી.પી.,વિનુભાઇ મેસવાણિયા પાસ્ટ પ્રેસિડેન્ટ, નરેશ બાપુ, લીનેશ સોમૈયા,કિસનભાઇ પરમાર,છગનભાઇ પરમાર સહિતની ટિમ ઉપસ્થિત રહેલ
આભાર વિધિ નિલેશભાઈ રાજપરા દ્વારા કરવામાં આવેલ
શ્રી સંજીવની નેચર ફાઉન્ડેશન દ્વારા યોજવામાં આવેલા આ “રક્તદાન કેમ્પ” માં વિશ્વ હિન્દુ પરિષદ,બજરંગ દળ,પત્રકાર મિત્રો, પ્રભાતફેરી ધૂનમંડળ,શ્રી રામધુન મંડળ,ગૌરક્ષા સેના,મામા પાગલ આશ્રમ ગ્રુપ, મહાલક્ષ્મી ગ્રુપ, સહિત સંજીવની નેચર ફાઉન્ડેશન,જાઇન્ટ્સ ગ્રુપ ઓફ માંગરોળ તેમજ શિવમ ચક્ષુદાન સલાહ કેન્દ્ર ની સમગ્ર ટિમ સહિત ખુબજ બહોળી સંખ્યામાં લોકો આ “રક્તદાન કેમ્પ” માં ઉપસ્થિત રહ્યા હતા
આયોજકો દ્વારા તમામ રક્તદાતાઓનો હદયપૂર્વક અભાર વ્યક્ત કરવામાં આવેછે
રિપોર્ટ
અનિષ ગૌદાણા
જૂનાગઢ બ્યુરોચીફ




