Uncategorized

માણાવદર સ્વામિનારાયણ મંદિર ના કોઠારી સ્વામિ ઓર્ગેનિક ખેતી કરી સમાજને રાહ ચીંધે છે

માણાવદર સ્વામિનારાયણ મંદિર ના કોઠારી સ્વામિ ઓર્ગેનિક ખેતી કરી સમાજને રાહ ચીંધે છે

માણાવદર સ્વામિનારાયણ મંદિર ના કોઠારી મોહન પ્રસાદજી સ્વામિ એ છેલ્લા એક વર્ષથી મીતડી રોડ ઉપર આવેલા મંદિર ના ખેતરમાં 100 ટકા ઓર્ગેનિક ખેતી ની શરૂઆત કરી ને સમગ્ર સમાજને એક સાચો રાહ ચીંધે છે તેઓએ જણાવ્યું કે આપણી મૂળભૂત સાચી ખેતી ઓર્ગેનિક જ હતી બીજાનું અનુકરણ અને ખેત ઉત્પાદન વધારવા જે કેમીકલ દવાના વધુ બીનજરૂરી વપરાશ થી તન મન ધન થી નૂકશાની થાય છે જે ખરેખર આપણે છાણીયા ખાતર થી જે ખેતી કરતા તે તમામ વસ્તુનો સ્વાદ જ અલગ હોય તંદુરસ્તી વધે ખોટો ખર્ચ ન થાય ખેતી ફળદ્રુપ બની રહે તેવા હેતુથી ઓર્ગેનિક ખેતી એક વર્ષ થી કરી રહયા છે જેમાં વીશ થી વધુ અસલી ગીર ગાયો નાની મોટી છે તેના પંચ દ્રવ્ય તથા અન્ય ઔષધિઓ વનસ્પતિઓ ઉમેરી ઓર્ગેનિક ખાતર તૈયાર કરી એ છીએ જેનો હાલ શાકભાજી માં ઉપયોગ કરી ભીંડો , ગુવાર , ચોરી , રીંગણા સહિત ઉત્પાદન મબલખ કરી હરિભક્તો ને આપી એ છીએ લોકો તંદુરસ્ત હશે તો કંઇ કરી શકશે જમીન ફળદ્રુપતા વધી શકે ખોટા ખર્ચ ન થાય

આ વખતે મગફળી ની ઓરિજિનલ બીયારણ કે જે આપણે પહેલા વાવતા હતાતે વાવી છે ઓર્ગેનિક ખાતર સાથે જે ખુબ ઉપયોગી થશે ઓર્ગેનિક કરવા પશુઓ ના છાણીયા ખાતર ઉપયોગ થાય છે પશુઓ સચવાશે કેમિકલ વગર ની ખેતી થી દરેક ઉત્પાદન ના ભાવ ઉંચા મળે ખાનાર વ્યક્તિ તંદુરસ્ત રહે મનુષ્ય તાકતવાળો બને રોગ પ્રતિકારક શકિત સારી રહે દરેક ખેડૂતો ને અપીલ કરાય છે કે ઓર્ગેનિક ખેતી તરફ વળો આપણી મૂળભૂત ખેતી બિયારણ ઓરિજિનલ વાવો ખોટા પ્રચારમાં ન ફસાવ ઉત્પાદન વધું મળે છે વધુ માહિતી માટે માર્ગદર્શન મેળવી શકો છોવો મો. 96645 24445 ઉપર માહિતી મેળવી શકો તેમ કોઠારી સ્વામિજી એ જણાવ્યું છે સુભાષ પારેકર તથા ગોપાલભાઈ સુતરીયા બંસી ગૌશાળા અમદાવાદ ના માર્ગદર્શન કરી શકાય છે ઓર્ગેનિક ખેતી માટે

તસ્વીર – અહેવાલ

જીજ્ઞેશ પટેલ માણાવદર

મો 99251 74176

IMG-20200617-WA0041.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *