*રાજકોટ પોલીસના પેરોલ જમ્પ કરી ફરાર થયેલા ઘાતકી હત્યારા નિલય મહેતાના મામલે રાજકોટ પોલીસનો મોટો ઘડાકો, જાણો કોની હત્યા કરવાનો પ્લાન ઘડ્યો હતો.*
*રાજકોટ શહેર એક વર્ષથી પેરોલ જમ્પ કરીને ફરાર સિરિયલ કિલર નિલેશ ઉર્ફે નિલયની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી લીધી છે. નિલેશ નામનો આ સિરિયલ કિલરે ૬ હત્યા કરી હતી. તે બ્લેડથી હત્યાઓને અંજામ આપતો હતો. તેને આ કેસોમાં આજીવન કેદની સજા થઇ હતી. આ હત્યારાની ધરપકડ બાદ મોટો ઘટસ્ફોટ થયા છે. આજે રાજકોટ પોલીસે આ મામલે પત્રકાર પરિષદ યોજી હતી. અને આ મામલે મોટો ખુલાસો કર્યો હતો. આ સિરિયલ કિલરે અમદાવાદમાં લોહીની નદીઓ વહેડાવાનો પ્લાન બનાવ્યો હતો. સિયિરલ કિલરે અમદાવાદના ઉદય ગનહાઉસ ના માલિક ઉદયસિંહ ભદોરિયાની હત્યાની સોપારી લીધી હતી. પોલીસે જણાવ્યું હતું કે નિલય મહેતાએ તેની સાથે જેલમાં રહેલા એક શખ્સ મારફતે તેણે હત્યાની સોપારી લીધી હતી. આ મામલે ક્રાઇમ બ્રાન્ચે ત્રણ શખ્શોની ધરપકડ કરી છે. પોલીસે પ્રદીપસિંહ નરસિંહ રાજૂપત. કિશોર ઉર્ફે રવિ કોસ્ટી અને વસીમ ઇકબાલ કથીરીની ધરપકડ કરી છે. આરોપી વસીમ કથીરી ગુજરાતનો નામચિન હથિયાર સપ્લાયર છે. ક્રાઇમ બ્રાન્ચ જેલમાંથી નિલય મહેતાનો કબ્જો લઈને વધુ પૂછપરછ કરશે. પોલીસે નિલય મહેતા પાસેથી હત્યા માટે વાપરનારી બ્લેડ પણ ઝડપી પાડી હતી.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*