Uncategorized

રાજુલા માર્કટિંગ યાર્ડમાંથી રેશનિંગ ના ઘઉં ચોખા ઝડપાયા મામલતદાર કલેકટર ઘટના સ્થળે દોડી ગયા

ન્યુઝ રાજુલા

રાજુલા માર્કટિંગ યાર્ડમાંથી રેશનિંગ ના ઘઉં ચોખા ઝડપાયા
મામલતદાર કલેકટર ઘટના સ્થળે દોડી ગયા

રાજુલા શહેરમાં આજરોજ માર્કેટીંગ યાર્ડમાંથી રેસિંગના ઘઉં-ચોખા મળી આવતા મામલતદાર અને કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને ઘઉં ચોખાના મુદ્દામાલ કબજે કરી સીલ કરવામાં આવ્યા હતા

આ બાબતે રાજુલા મામલતદાર કિશોર ગઢીયા જણાવ્યું હતું કે રાજુલા માર્કેટિંગ યાર્ડ માં આવેલી સુરેશભાઈ તારપરા ની દુકાનમાં તેમજ તેના ગોડાઉનમાંથી 278 કટ્ટા ઘઉં તેમજ ૧૭૦ કટ્ટા ચોખા મળી આવ્યા હતા જ્યારે અન્ય એક વેપારી હુસેનભાઇ નામના સાગરીત ના ગોડાઉનમાંથી 500 કટ્ટા ઘઉં મળી આવ્યા હતા જેને કબજે કરી સાથે એક આઇસર ગાડી જે ભરાતી હતી તે આઇસર ગાડી ને પણ કબજે કરવામાં આવી છે આર એસ ટી નો માલ આ વેપારીએ લીધેલો હોવાનું જાણવા મળતા તેનું નિવેદન લાય પંચ રોજકામ કરી તમામ ઘઉં ચોખાના કટ્ટા હાલ સીલ કરવામાં આવ્યા છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અત્રે નોંધનીય બાબત છે કે ગરીબોનું આના જ ગરીબ લોકો સુધી પહોંચતું નથી અને માર્કેટિંગ યાર્ડ માં આ કઈ રીતે આવ્યો આમાં ક્યારેક ધારકો સંડોવાયેલા છે તે દિશામાં તપાસ કરવામાં આવે તો મસમોટું કૌભાંડ બહાર નીકળે તેમ છે હાલમાં મામલતદાર તેમજ પ્રાંત કલેકટર દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે

સામાન્ય રીતે ઘઉં ચોખા ના હોય છે તેનું ગોડાઉનમાંથી ડિલેવરી થયા બાદ રેશનિંગની દુકાન સુધી પહોંચાડવાનો હોય છે તો પછી તો પછી આવડો મોટો જથ્થો માર્કેટિંગ યાર્ડ સુધી પહોંચો કેમ તે પણ મોટો પ્રશ્ન છે શું આ કેટલા સમયથી ચાલતું હશે તે દિશામાં પણ તપાસ થાય તે જરૂરી બન્યું છે ત્યારે હાલમાં વેસ્ટિજ માર્કેટિંગ યાર્ડમાં એક વેપારીએ ખરીદી લેતા કેટલા ગરીબ માણસોને અનાજ નથી મળતું હોય તેવો પણ એક મોટો વેધક સવાલ ઉઠવા પામ્યો છે ત્યારે હવે મામલતદાર આ બાબતે કેટલીક કડક કાર્યવાહી કરે છે તે પણ જોવું રહ્યું અને ઉચ્ચ સ્તરેથી પગલાં ભરે તે પણ

રીપોર્ટર :વિક્રમ સાખટ રાજુલા

IMG-20201107-WA0017-2.jpg IMG-20201107-WA0018-1.jpg IMG-20201107-WA0019-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *