ન્યૂઝ રાજુલા
રાજુલા શહેર ના અતિ મહત્વનો અને ઘણા સમય થી વાલ્મિકી નગર થી ચંદા ગેસ્ટ હાઉસ સુધીનો રોડ અતિ બિસ્માર હાલતમાં હતો. અહીંના રહીશો દ્વારા ધૂળ ઉડવાની તથા ખરાબ રસ્તાની અવારનવાર ધારાસભ્ય શ્રી તથા પાલિકા પ્રમુખ પાસે રજૂઆતો કરવામાં આવતી હતી.
આ રજૂઆતને ધ્યાનમાં લઈને ધારાસભ્યશ્રી અમરીશભાઈ ડેર અને નગરપાલિકાના પ્રમુખ શ્રી ઘનશ્યામ લાખણોત્રા દ્વાર જયદીપ કન્ટ્રકશન અને વ્રજ કન્સ્ટ્રકશન ના સહયોગ થી મેટલિંગ અને ડામર થી બનાવવામાં આવ્યો.
પાલિકા પ્રમુખ દ્વારા જયદીપ કન્સ્ટ્રકશન અને વ્રજ કન્સ્ટ્રકશન નો આભાર માનવામાં આવ્યો.
રીપોર્ટર :વિક્રમ સાખટ રાજુલા



