ન્યુઝ રાજુલા
રાજુલામાં “બેન્ક”ની જેમ નગરપાલિકામાં પણ હપ્તા સિસ્ટમ
એક રસ્તો અડધો બનવી મૂકી દીધો એક તો ચાર મહિના રોડ ખોડીને રખાયો ઉપરથી અડધો મુકતા ભારે રોષ
રોડ પૂર્ણ કરવા અને પૂર્ણ ન થાય ત્યાં સુધી બિલ અટકાવવા માંગણી
રાજુલા શહેરમાં બેન્ક ની જેમ નગરપાલિકા માં પણ હપ્તા સિસ્ટમ ચાલુ થતા ભારે રોષ વ્યાપી જવા પામ્યો છે તાકીદે યોગ્ય કાર્યવાહી કરવા માંગણી ઉઠવા પામી છે
જાણવા મળતી વિગત મુજબ રાજુલા સવિતાનગર થી વાયા ધારનાથ થઈ કોહિનૂર સુધીનો રસ્તો છેલ્લા ચાર મહિનાથી ખોદીને પડતો મુકાયો હતો તે અવાર નવાર અખબારી અહેવાલો બાદ શરૂ થયો હતો બાદમાં ચોથા ભાગનું કામ પૂર્ણ કરી ફરીથી રેઢો મૂકી કામ પડતું મુકવામાં આવતા 20 સોસાયટીને જોડતા આ રસ્તાથી રહેવાસીઓમાં ભારે રોષ વ્યાપી જવા પામ્યો છે અવાર નવાર લોકો રજુઆત કરતા ખુદ પ્રમુખના વિસ્તારમાં આ સ્થિતિનું નિર્માણ થતા રોષ જોવા મળે છે
આ રસ્તાનું કામ પૂર્ણ કરવા જ્યાં સુધી આ રસ્તાનું કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી આ રોડનું બિલ અટકાવવા માંગણી ઉઠવા પામી છે
રીપોર્ટર :વિક્રમ સાખટ રાજુલા


