*રાષ્ટ્ર શક્તિ એકતા મંચ સાવરકુંડલા તાલુકા મહિલા મોરચા મહામંત્રી જ્યોતિબેન યાદવ દ્વારા સાંસદ શ્રીને પત્ર દ્વારા રસ્તા બનાવવા અંગે રજૂઆત*
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકા ખાતે પોલીસ સ્ટેશન થી જેસર રોડ રેલવે ફાટક સુધી નો રસ્તો બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે જ્યારે રાષ્ટ્ર શક્તિ એકતા મંચ સાવરકુંડલા તાલુકા મહિલા મોરચા મહામંત્રી જ્યોતિબેન યાદવ દ્વારા સાંસદ શ્રી નારણભાઈ કાછડિયાને પત્ર દ્વારા રજૂઆત કરવામાં આવી એ અંગે વિસ્તારપૂર્વક એ પણ જણાવ્યું કે ઘણા સમયથી રસ્તો ખરાબ હોય અને લોકોને જવા આવવામાં હાલાકીનો સામનો ભોગવવો પડતો હોય ત્યારે આપના માધ્યમથી ઉચ્ચ કક્ષાએ રજુઆત થાય અને બને તેટલું ઝડપથી એ રસ્તાનું કામ શરૂ થાય તેવી રજૂઆત કરવામાં આવી હતી વિશેષમાં સૌનો સાથ સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ આ સૂત્રને સાકાર કરવા માટે જ્યોતિબેન યાદવ પોતાની રજૂઆત સાંસદ શ્રી નારણભાઈ કાછડિયાને કરી હોય એવું પત્રની નકલ સાથે જણાયું છે
રિપોર્ટ.- અમીતગીરી ગોસ્વામી સાવરકુંડલા


