લોકોના જાન-માલની સુરક્ષા અને સલામતીની જવાબદારી તંત્રની હોય છે.નધણીયાત પશુઓ જાહેર રસ્તાઓ પર અડીંગો જમાવીને બેસતા હોય,જેમાં ખાસ આખલાઓને કારણે કેટલાય લોકો જખ્મી થયાં હોય તેમજ મોતને ભેટ્યા હોય એવા બનાવો બનતા હોય છે.આ તસ્વીરો દામનગરમાં આવેલ સરદાર ચોક સર્કલ પાસેની છે.અહિયાં કાયમ માટે રેઢિયાળ પશુઓ રસ્તા ઉપર બેસી રહેતાં હોય નજીકમાં શાક માર્કેટ,હવેલી,હાર્દસમો વિસ્તાર હોય લોકોને ખુબજ સાવધાની પૂર્વક પસાર થવું પડતું હોય રેઢીયાળ પશુઓનો ગંભીર પ્રશ્ન હલ કરવામાં આવે એવી જનતામાથી બુલંદ માંગ ઉઠી છે.અહેવાલ-અતુલ શુકલ.



