વડિયા ના તાલુકા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વ માં સ્થાનિક તલાટી મંત્રી ઘેર હાજર !
તાલુકા કક્ષાનો કાર્યક્રમ માં સન્માન લેવા કે આપવાનો નો પણ તલાટી રામાણી પાસે સમય નથી.
સરકારી કર્મચારી સ્વાતંત્ર્યપર્વ ની પિતાની જવાબદારી અને નિષ્ઠાભૂલ્યા
વડિયા
કોરોના મહામારી વચ્ચે 74માં સ્વતંત્રતા દિવસ ની આજે સમગ્ર દેશવાસીઓ એ ઉજવણી કરી. વડિયા તાલુકા કક્ષાનો સ્વાતંત્ર્ય પર્વ મામલતદાર ના અધ્યક્ષ સ્થાને ગ્રામપંચાયત સંચાલિત હાઈસ્કૂલ માં ઉજવવામાં આવ્યો જેમાં સ્થાનિક તલાટી મંત્રી અપડાઉન કરતા હોય સમય ના અભાવે રાષ્ટ્રીયપર્વ ના કાર્યક્રમ મા ઘેર હાજર જણાયા. મામલતદાર દ્વારા સ્થાનિક કોરોના વોરિયર્સ ના સન્માન માં વડિયા ગ્રામપંચાયત સરપંચ ઉપરાંત તલાટી મંત્રી ના પણ સન્માન કરવાનું હતુ. આ અંગે ની સંપૂર્ણ જાણ તલાટી મંત્રી રામાણી ને કરવામાં આવી હતી પરંતુ ચાલુ દિવસો માં બજાર માં લોકો વચ્ચે દેકારો કરી સીન સપાટા કરતા તલાટી ને સન્માન લેવાની કે ગ્રામપંચાયત દ્વારા અપાતા કોરોના વોરિયર્સ ના સન્માન માં હાજર રહેવાની પણ ફુરસત ના હોય તેની ગેરહાજરી નોંધ આંખે ઉડીને વળગી હતી. જોકે સરકારી કર્મચારી એ રાષ્ટ્રીય પર્વ માં ધ્વજવંદન સમયે હાજરી આપવી ફરજીયાત હોય છે પરંતુ આ કર્મચારી ની બેદરકારી ની નોંધ લોકો એ લીધી હવે વહીવટી તંત્ર આવા બેદરકાર કર્મચારી પર કેવા પગલા લેય છે તે જોવાનું રહ્યુ.
રીપોર્ટર રાજુ કારીયા વડીયા


