વડિયા પીજીવીસીએલ કર્મચારીને રીપેરીંગ દરમ્યાન વીજ શોક લગતા મૃત્યુ
અમરેલી એજયુકેટીવ અને ડેપ્યુટી ઈજનેર ઘટના સ્થળે દોડી ગ્યા, કર્મચારી ના જીવ ને બચાવવા પુરા પ્રયત્ન કર્યા પણ નિષ્ફળ થયા
વડિયા
વડિયા પીજીવીસીએલ ના વિસ્તારમાં આવતા ગામડા ના સુલતાનપૂર માં વડિયા ના હેલ્પર કર્મચારી મહેન્દ્રભાઈ બાબુભાઇ કટારા શિવરાજગઢ થી સુલતાનપુર ની ખેતીવાડી ની ઇલેવન કેવી ની લાઈન માં ફોલ્ટ રીપેરીંગ કરવામાં અકસ્માત સર્જાતા પોલ પર રીપેરીંગ માટે ચડેલા કર્મચારી ને વીજ શોક લગતા તે વીજપોલ પરથી નીચે પટકાયા હતા. નીચે પટકાતા માથા ના ભાગે ગંભીર ઇજા થતા તેને સાથી કર્મચારી એ વડિયા સિવિલ હોસ્પિટલ માં સારવાર માટે ખસેડતા પ્રાથમિક સારવાર બાદ તેમને વધુ સારવાર માટે રાજકોટ રીફર કરેલા હતા. અને રાજકોટ સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. જોકે આ અકસ્માત ની જાણ વડિયા ના ડેપ્યુટી ઈજનેર ને થતા તે તુરંત હોસ્પિટલ દોડી ગ્યા હતા અને ઉપરી અધિકારી ને પણ જાણ કરી હતી અને કર્મચારી નો જીવ બચાવવાં પુરા પ્રયત્ન કરવામાં આવ્યા હતા. આ કર્મચારી પરિવાર માં પત્ની અને ત્રણ સંતાન સાથે સુલતાનપૂર ગામે રહી પોતાની ફરજ નિષ્ઠા થી નિભાવતા હતા તેને કારણે આ વિસ્તારમાં મૃતક મહેન્દ્ર ભાઈ કટારા ની ખુબ લોકચાહના હોવાથી આ વિસ્તાર ના લોકો માં અને સાથી કર્મચારીઓ માં પણ શોક નું મોજું ફરી વાળ્યું છે. સમગ્ર ઘટના ની તપાસ અમરેલી એજયુકેટીવ અને વડિયા ડેપ્યુટી ઈજનેર સાંગાણી કરી રહ્યા છે. સાથી કર્મચારી ઓ દ્વવારા મૃતક પરિવાર ને યોગ્ય મદદ મળે તેવી લાગણી જોવા મળી રહી છે. આવા જીવલેણ અકસ્માત વારંવાર સર્જાતા હોય તેને નિવારવા યોગ્ય કાર્યવાહી કરવી જરૂરી બને છે
રીપોર્ટર રાજુ કારીયા વડીયા


