વડિયા પીજીવીસીએલ ના ક્રોન્ટ્રાકટ થી કામ કરતા મજુર ને વીજશોક લગતા ગંભીર ઇજા
સુલતાનપુર ગામ ની સ્ટ્રીટલાઈટ ના પાવર થી વીજશોક લાગ્યા ની ચર્ચા
વડિયા
વડિયા ના પીજીવીસીએલ ના જ્યોતિગ્રામ યોજના નીચે ગ્રામીણ વિસ્તારમાં માંગણી મુજબ મંજુર થયેલી નવી વીજલાઇન ના પોલ અને કેબલ નાખવાનું કાર્ય ખાનગી કોન્ટ્રાકટ મારફત આપવામાં આવે છે. આ કામ માટે વડિયા તાંબાના સુલતાનપૂર ગામે કોઈ રાજસ્થાની કોન્ટ્રાકટર દ્વારા વીજલાઇન નું કામ કરતા મજૂરો કામ કરતા હતા ત્યારે જાણવા મળતી વિગતો મુજબ સુલતાનપુર ગામની સ્ટ્રીટલાઈટ માં પાવર ચાલુ થતા કામ કરતા સુરેશસિંહ દેવીસિંહ નામના મજુર ઉંમર વર્ષ 22ને વીજ શોક લગતા ગંભીર ઇજા થવા પામી હતી. આ ઇજા પામનાર મજુર ને પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેમને વધુ સારવાર માટે રાજકોટ સારવાર માટે રીફર કરવામાં આવેલ છે. આવા બેદરકારી ભર્યા પાવર સપ્લાય થી અગાવ પણ એક સ્થાનિક વીજકર્મી નું મૃત્યુ આજ ગામમાં નીપજ્યું હતું અને ફરી એક વીજલાઇન ના મજુર ને શોક લગતા આ બાબતે બેદરકારી દાખવનાર લોકો પર કડક કાર્યવાહી કરી વારંવાર બનતી વીજશોક ની ઘટના ને રોકવા યોગ્ય પગલાં લેવાય તેવી ચર્ચા લોકમુખે સાંભળવા મળી રહી છે.
રીપોર્ટર રાજુ કારિયા વડીયા