Uncategorized

વડિયા પોલીસ દ્વારા લોક જાગૃતિ દ્વારા સશક્ત સમાજ ના નિર્માણ અભિયાન

વડિયા પોલીસ દ્વારા લોક જાગૃતિ દ્વારા સશક્ત સમાજ ના નિર્માણ અભિયાન

વડિયા
વડિયા પોલીસ ના નવનિયુક્ત પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.ડી.સાંબડ દ્વારા વડિયા વિસ્તારમાં લોકો મા ગુનાઓ અને ગેરકાયદેસર પ્રવુતિ, ખોટા વ્યસન થી લોકો ને થતુ નુકસાન બાબતે નશીલા પદાર્થો નુ સેવન ના કરવુ, તેનાથી થતી આર્થિક પાયમાલી વગેરે બાબતો ની જાગૃતિ લોકો મા આવે તેમાટે પત્રિકાઓ છપાવી લોકો સુધી વેચવામાં આવી છે. પોલીસ દ્વવારા લોકો ની જિંગદી મા સુધારો લાવવા અને લોકો ને વ્યસન થી આર્થિકપાયમાલ થતા બચાવવા માટે નુ એક જાગૃતિ અભિયાન વડિયા પોલીસ પરીવાર અને નવ નિયુક્ત પીએસઆઇ સાંબડ દ્વવારા કરવામાં આવ્યુ છે. આ અભિયાન થી લોકો મા પણ પોલીસ સારા કાર્ય મા મિત્ર તરીકે કામ કરતી હોય પોલીસ ના પોઝિટિવ પોઇન્ટ ની ચર્ચાઓ સાંભળવા મળી રહી છે. આ રીતના કામ થી લોકજાગૃતિ દ્વારા લોકો અને પોલીસ વચ્ચે નો સેતુ બનતા લોકજાગૃતિ થી ગુનાખોરી અટકાવી શકાય તેમાટે આવનારા દિવસો મા ચોક્કસ સફળતા મળશે અને કોરોના માટેના નિયમોનું પાલન કરાવવા મા પણ લોકજાગૃતિ ઉપયોગી સાબિત થશે

રિપોર્ટ રાજુ કારીયા વીડીયા

IMG-20200626-WA0054-2.jpg IMG-20200626-WA0060-1.jpg IMG-20200626-WA0062-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *