વડિયા માં શિક્ષણ બોર્ડ નૂ પ્રથમવાર એસેસમેન્ટ કેન્દ્ર ફાળવતા સલામતી સાથે પેપર તપાસવાનો પ્રારંભ
શિક્ષકો ના આરોગ્ય ની સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી
શિક્ષકને મુશ્કેલી ના પડે તે માટે તમામ સુવિધા આપવા પ્રયત્ન કરીશું –કિરીટ જોટવા
વડિયા
ગુજરાત માં કોરોનાના અજગર ભરડા નીચે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ના પેપર તપાસવા ની કામગીરી શિક્ષણ વિભાગ માટે પડકાર રૂપ હતી. પરંતુ શિક્ષણ બોર્ડ ના અધિકારીઓ, જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા અમરેલી જિલ્લા માં પેપર તપાસવાનું કાર્ય ચાલુ કરાવી તેમાં સારી સુવિધા ધરાવતા બિલ્ડીંગ માં શિક્ષકો ને તકલીફ ના પડે એટલે જિલ્લા માં અલગ અલગ ઝોન માં પેપર ડિવાઇડ કરી કાર્ય ચાલુ કરાવાયું છે. તેમાં અમરેલી ના વડિયા માં ઇતિહાસ માં પ્રથમ વાર આ એસેસમેન્ટ સેન્ટર આપવામાં આવતા શિક્ષકો ની તમામ બાબતો ની પુરી દરકાર રાખી બોર્ડ ની ગાઈડ લાઈન નૂ સંપૂર્ણ પાલન થઇ રહ્યું છે જેમાં દરેક શિક્ષક નૂ પ્રથમ દિવસે મેડિકલ ચેકઅપ કરાવી તમામ શિક્ષકો માટે માસ્ક અને સૅનેટાઇઝર ની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત સોશ્યલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે માટે એક કલાસરૂમ માં એક જ ટીમ ના છ શિક્ષકો ફાળવવા આવ્યા છે અને ગ્રામપંચાયત સંચાલિત સ્કૂલ હોવાથી સરપંચ દ્વારા બિલ્ડીંગ અને કમ્પાઉન્ડ ને દવા છટકાવ કરી સૅનેટાઇઝ પણ કરવામાં આવ્યું છે. કોરોના મહામારી માં પોતાની ફરજ પર નૈતિક જવાબદારી સ્વીકારી જે શિક્ષકો હાજર થયા છે તેને કોઈ તકલીફ ના પડે તેની પુરી તકેદારી રાખી સંસ્થા ના નિયામક ડી.ડી.પાદરીયા અને કે. આર. જોટવા જહેમત ઉઠાવી રહ્યા છે. અને શાંતિ પૂર્ણ માહોલ માં શિક્ષકોના આરોગ્ય સલામતી સાથે પેપર તપાસવાનું કાર્ય થઇ રહ્યું છે
વડીયા થી રાજુભાઈ કારીયા જણાવે છે
રીપોર્ટર રસિક વેગડા સાથે રાજુ કારીયા
મોટીકુકાવાવ