વડિયા મામલતદાર દ્વવારા covid-19જાહેરનામા ભંગ બદલ કડક વલણ, દંડાત્મક કાર્યવાહી કરી
વડીયા
કોરોના મહામારી વચ્ચે સરકાર દ્વારા રાજ્યમા અનલોક કરી છૂટછાટ આપી મોટાભાગ ની પ્રવુતિ ખુલ્લી કરવામાં આવી છે ત્યારે દરેક જિલ્લા કલેકટર દ્વારા કોવિડ-19 અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જાહેરનામાનો વહીવટી તંત્ર દ્વારા અમલ થાય તે માટે દરેક તાલુકાના વહીવટી તંત્ર અને પોલીસ ને જવાબદારી સોંપવામાં આવી છે.જેથી કોરોના સંક્રમણ ને ફેલાતું રોકી શકાય. વડીયા મામલતદાર ટીમ દ્વારા આ જાહેરનામાનો કડક અમલ કરવામાં આવતા, વડીયા શહેર તથા ગામડાના વિસ્તારમાં જે પેટ્રોલિંગ દ્વારા તપાસ કરી લોકોએ માસ્ક ના પહેર્યું હોય, સોશિયલ ડિસ્ટન્સ ના જળવાયું હોય કે જાહેરનામાની કોઈ શરતનો ભંગ થયો હોય તેવા કિસ્સામાં કડક વલણ અપનાવીનેદંડાત્મક કાર્યવાહી કરવામાં આવે છે. જેમાં વડિયા વિસ્તારમાં બે દિવસ મા 157 વ્યક્તિઓને માસ્ક ના પહેરવા બદલ રૂપિયા 31400 ની રકમનો દંડ વસૂલવામાં આવ્યો છે. આ ઉપરાંત વેપારીઓને પણ જાહેરનામા ભંગ બદલ 10 નોટિસ આપવામાં આવી છે.અનલોક પછી કોરોના સંક્ર્મણ વધ્યું હોય વડિયા વિસ્તારમાં કોરોના ફેલાવો ના થાય તે માટે મામલતદાર પ્રશાંત ભીંડી અને તાલુકા વહીવટી તંત્ર દ્વારા ગામડાઓ મા પણ કડક વલણ અપનાવી કોરોના સંક્રમણ થી લોકો ને બચાવવા નો પ્રયત્ન થઇ રહ્યો છે.આ બાબતે લોકો ની જાગૃતિ પણ ખુબ જરૂરી છે.
રાજુભાઈ કારીયા વડિયા


