Uncategorized

વડિયા સરકારી હોસ્પિટલ માં કોરોના RTPCR ટેસ્ટ કરવા કામગીરી નો મામલતદારની હાજરી માં પ્રારંભ

વડિયા સરકારી હોસ્પિટલ માં કોરોના RTPCR ટેસ્ટ કરવા કામગીરી નો મામલતદારની હાજરી માં પ્રારંભ

વધુ લોક સંપર્ક ધરાવતા લોકોને ટેસ્ટ કરાવવા વિનંતી કરતા મામલતદાર પ્રશાંત ભીંડી

 

વડિયા
કોરોના મહામારીથી આજે સમગ્ર વિશ્વ પીડાઈ રહ્યુ છે ત્યારે ગામડામાં કોરોના સંક્રમણ વધતા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ હરકત માં આવ્યુ છે. વડિયા ખાતે જિલ્લા કલેક્ટર આયુષ ઓક અને જિલ્લા આરોગ્ય અધિકારી તરફ થી કીટ મી ફાળવણી કરાત 1લી ઓક્ટોબર થી કોરોના માટેનો RTPCR ટેસ્ટ કરાવવા નો પ્રારંભ વાડિયાની સરકારી હોસ્પિટલ માં કરવામાં આવ્યો છે જેમાં આરોગ્ય વિભાગ ના કર્મચારીઓ ડો. પીઠવા, ડો. ગજેરા સાથે વડિયા ના કાર્યશીલ અને સતત એક્ટિવ મામલતદાર પ્રશાંત ભીંડી અને તેમની ટીમ વડિયા પીએસઆઇ સાંબડ અને તેમની ટીમ ઉપરાંત ચેમ્બર ઓફ કોમર્સ ના પિન્ટુ ગણાત્રા, ગ્રામપંચાયતમી ટીમ દ્વવારા વડિયા ની સરકારી હોસ્પિટલ ma. RTPCR ટેસ્ટ ની કામગીરી શરૂ થતા વધુ લોક સંપર્ક ધરાવતા લોકો ને રૂબરૂ ગામની મુલાકાત લઇ ને લોકો ને કોરોના ટેસ્ટ કરાવવા અપીલ કરવામાં આવી હતી. વડિયા તાલુકા માં વડિયા અને કુંકાવાવ બને મુખ્ય મથક પર RTPCR અને તાલુકા માં આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તોરી, અનિડા, લુણીધાર અને દેવગામ માં રેપિડ ટેસ્ટ કરવામાં આવે છે. આ ઉપરાંત ધન્વંતરિ રથ માં પણ ટેસ્ટ કરવામાં આવતો જોય વહીવટી તંત્ર દ્વારા લોકો વધુમાં વધુ ટેસ્ટ કરાવે તેવી અપીલ કરવામાં આવી છે. વડિયા ની હોસ્પિટલ માં RTPCR ટેસ્ટ શરુ થતા હવે લોકો કોરોના બાબતે ઘર આંગણે નિઃ શુલ્ક તપાસ ની સરકાર સરકાર દ્વારા સુવિધાઓ અપાઈ છે તો લોકો શરદી, ઉધરસ અને તાવ જેવા લક્ષણો દેખાય તી તુરંત પોતાનો ટેસ્ટ કરાવી કોરોના ને ફેલાતો અટકાવવા માં વહીવટી અને આરોગ્ય તંત્ર ની મદદ કરે તેવી વિનંતી આરોગ્ય અને વહીવટી તંત્ર દ્વવારા કરવા આવી છે

 

ન્યૂઝ રાજુ કારિયા વડિયા

IMG-20201002-WA0029-2.jpg IMG-20201002-WA0030-1.jpg IMG-20201002-WA0031-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *