વડીયા કુકાવાવ તાલુકા માં વાત્સલ્ય કાર્ડ રીન્યુ કરવા ગામડે ગામડે કેમ્પ કરવા માગણી કરતા પૂર્વ આરોગ્ય સમિતિ ચેરમેન ધર્મેન્દ્ર પાનસુરીયા
અમરેલી જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી શ્રી ને રૂબરૂ મળી વડીયા કુકાવાવ તાલુકા માં ત્રણ વર્ષ પહેલા વાત્સલ્ય કાર્ડ કાઢી આપેલ જેની મોટાભાગના 8000 જેવા કાર્ડ ની મુદત આગામી 31 9 2020 ના પૂર્ણ થઈ ગઈ હોય હાલ કોરોના કાળ પછી ખેડૂતો મજુર વર્ગવેપારીઓ તહેવારો પછીના કામમાં રોકાયેલા હોય અને લોકોને જિલ્લા અથવા તાલુકા મથક સુધી ધક્કા ન થાય અને સરકાર શ્રી ની સેવા’ડોર સ્ટેપ ડિલેવરી’ જેવી મળે તેવા આશય સાથે ગામડે ગામડે તારીખ નક્કી કરી વાત્સલ્ય કાર્ડ રીન્યુ કરી આપવા માટે કરવામાં આવે તેવી ધારદાર રજૂઆત કરી છે


