*પ્રેસ નોટ*
પ્રતિશ્રી,
*સમાચાર પ્રતિનિધિ,*
*શ્રી ગણપતિશંકર ઇચ્છારામ મજમુદાર પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ*
અને *અમી ચેરીટેબલ ટ્રસ્ટ*ના સયુક્ત સૌજન્ય અને *ચાંલ્લા ગલી યુવક મંડળ* ના સહકાર થી સુરત માં થેલેસેમિયા, સિકલસેલ એનિમિયા અને હિમોફિલિયા થી પીડિત બાળકો માટે તા. 25મી ડિસેમ્બર ના દિવસે સમય સાંજે 3.50વાગે થી 6વાગ્યા સુધી એક આંદોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આ બાળકો ને વિવિધ ગેમ્સ, મેજીક શૉ, અને મનોરંજક પ્રોગ્રામ સાથે ટ્રસ્ટ દ્વારા ગિફ્ટ, ટોયઝ આપી ને એમના ચેહરા ઉપર સ્મિત અને ખુશી લાવવાનું સહિયારું પ્રયાસ કરવા માં આવ્યુ હતું ..
તેમજ ગુજરાત બુક ઓફ રેકોર્ડસ માં નામ નૌધનાર સૌથી વધુ 205 વખત બ્લડ દાન કરવા વાળા શ્રી યોગેશ ભાઈ ધીમર નું સન્માન ગુજરાત બુક ઓફ રેકોર્ડસ દ્વારા સુરત જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેકટર શ્રી ડા. ધવલ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.. …
આ કાર્યકમ માં મુખ્ય અતિથિ તરીકે સુરત *જિલ્લા કલેકટર શ્રી ડા. ધવલ પટેલ*
તેમજ અતિથિ વિશેષ તરીકે અનિલભાઈ ગોપલાની( એક્સ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી)
શ્રી ડા. દક્ષેશ ઠાકર( એક્સ વાઇસ ચાન્સલર યુનિવર્સિટી)
શ્રી અતુલભાઈ વેકરિયા(અતુલ બેકરી), શ્રી રાજેશ મહેશ્વરી ( ગુજરાત બુક ઓફ રેકોર્ડસ ફાઉન્ડર),
ACP ટ્રાફિક અશોકસિંઘ ચૌહાણ, સુધીરભાઈ ભટ્ટ અને ડા. અંકિત પરમાર હાજર રહયા હતા.
આ આયોજન રક્તગુરુ શ્રી *અંકુર ભાઈ શાહ* ના માર્ગદર્શન માં કરવામાં આવ્યુ હતું..આયોજન નું સંચાલન *શ્રી પંકજભાઈ શેઠ* દ્વારા કરવામાં આવ્યુ હતું…અમી ચેરીટેબલ સેવા ટ્રસ્ટ ના ફાઉન્ડર અમિષા જોગીયા, હેતલ નાયક, સ્વીટી પસ્તાગિયા એવમ બધા સદસ્યો દ્વારા બાળકો ને ગિફ્ટ તેમજ ટેડી બેયર આપવામાં આવ્યા હતા.
સર્વે સમાચાર અને ન્યૂઝ પ્રતિનિધિઓ દ્વારા આ કાર્યક્રમ નું કવરેજ કરવામાં આવ્યું હતું…
તા. 25/12/2020
સમય– બપોરે 3.30વાગ્યા થી 6 વાગ્યાં સુધી
Contact No–
PANKAJ SHETH
*7778945555
રીપોર્ટર રસિક વેગડા મોટી કુકાવાવ
7575862213
9426555756




