શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા ભરુચ અને સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ જિલ્લાના સંયુક્ત ઉપક્રમે શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા ભરુચમાં ઘનપાઠ કાર્યક્રમ યોજાયો. જેમાં સમસ્ત ભારતમાથી ઘનપાઠી વિદ્વાનો પધાર્યા હતા. આ કાર્યક્રમમાં શ્રી હરીશભાઈ મધુસુદનભાઈ ભટ્ટ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. બ્રહ્મ સમાજના અગ્રગણ્ય મહાનુભાવો શ્રી પ્રદીપભાઈ, શ્રી લલિતભાઈ, શ્રી દીપકભાઈ, શ્રી નવીનભાઈ, શ્રી ભાસ્કરભાઈ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાના પ્રધાનાચાર્ય શ્રી હરીશભાઈ ભટ્ટે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું અને કાર્યક્રમનો સંપૂર્ણ શ્રેય દિનેશભાઇ પંડ્યા અને ટ્રસ્ટીશ્રીઓને આપ્યો હતો. કાર્યક્રમના અંતે શ્રી હેમેન્દ્રભાઈએ સૌનો આભાર માન્યો હતો.
